ગુજરાતમાં ઉનાળાની આકરા શરૂઆત સાથે ગરમીનું પ્રમાણ ઝડપથી વધતું જોવા મળી રહ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન સતત ઉંચું નોંધાઈ રહ્યું છે. બુધવારે કંડલા એરપોર્ટ પર તાપમાન 45 ડિગ્રી નોંધાઈ ગયું હતું, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ પારો રહ્યો. બીજી તરફ, દ્વારકામાં તાપમાન 31.9 ડિગ્રી નોંધાયું હતું, જે રાજ્યના બાકીના વિસ્તારોની તુલનામાં થોડું હળવું રહ્યું.
કચ્છ અને બનાસકાંઠામાં હીટવેવની સ્થિતિ સર્જાવાની શક્યતા
હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યભરમાં વાતાવરણ શુષ્ક રહેવાની શકયતા છે. ખાસ કરીને કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હીટવેવ જેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે. તાપમાનમાં વધુ વધારો થવાની સંભાવનાઓ વચ્ચે, લોકોએ ચેતન રહેવાની અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
48 કલાક બાદ ગરમીમાં થઈ શકે છે થોડી રાહત
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 48 કલાક બાદ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે. આ રાહતનું મુખ્ય કારણ “વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ” હોવાનું જણાવાયું છે, જેના કારણે પશ્ચિમ ઉત્તર-પશ્ચિમ દિશાથી પવન ફૂંકાવાની સંભાવના છે, જે તાપમાન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તાપમાનની આગાહી
હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારો માટે તાપમાનની આગાહી જાહેર કરી છે:
41 ડિગ્રી સુધી તાપમાન: અમદાવાદ, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, રાજકોટ, સાબરકાંઠા, જુનાગઢ, કચ્છ, મહેસાણા
42 ડિગ્રી સુધી તાપમાન: પાટણ, સુરેન્દ્રનગર, વડોદરા, આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, ખેડા, મહીસાગર, નર્મદા, પંચમહાલ
40 ડિગ્રી સુધી તાપમાન: ભરૂચ, મોરબી
હિટવેવથી બચવા માટે સૂચનાઓ
હવામાન વિભાગ તથા તબીબી તજજ્ઞોના જણાવ્યા મુજબ, હિટવેવની સ્થિતિ દરમિયાન નીચેના પગલાં લેવાં જરૂરી છે:
ઘરેથી બહાર નીકળતી વખતે છત્રી, કૂલ ટાવેલ અથવા હેટ પહેરવી
જલદી પચી જાય તેવા હળવા ખોરાક લેવાં
સતત પાણી પીતા રહેવું અને ડિહાઇડ્રેશનથી બચવું
વૃદ્ધો, બાળકો અને પાલતું પ્રાણીઓની ખાસ કાળજી લેવી