ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે દુષ્કર્મના આરોપોની કાર્યવાહી ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહી છે. આ સુનાવણી દરમ્યાન, હાઇકોર્ટે ફરી એકવાર નારાજગી વ્યક્ત કરી છે.એડિશનલ એડવોકેટ જનરલ દ્વારા રજૂ થયેલ માહિતી અનુસાર, 2021થી સંબંધિત પુછપરછ અને અન્ય કાર્યવાહી અંગે હાઇકોર્ટને માહિતી આપવામાં આવી. હાઇકોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો કે, “જ્યારે રેપ જેવા ગંભીર આરોપો છે, ત્યારે શા માટે ફરિયાદ નોંધ્યા વિના પુછપરછ કરવામાં આવી? શું આ ધારાસભ્ય છે એટલે તેમની સામે ફરિયાદ નથી કરી. જેવા વેધક અને આકરા સવાલ હાઇકોર્ટે કર્યા હતા.
આમ તો 406 જેવા કિસ્સામાં તરત FIR નોંધવામાં આવે છે. બીજી બધી જે દલીલો છે તે ફરિયાદ બાદ ચાર્જશીટમાં પણ કરવામાં આવી શકતી હતી.ભાજપ ધારાસભ્ય ગજેન્દ્ર પરમાર સામે લાગેલા આરોપો મામલે હાઇકોર્ટની નારાજગી બાદ એડિશનલ એડવોકેટ જનરલે FIR નોંધવા તૈયારી દર્શાવી હતી. એડી. એડવોકેટ જનરલે હાઇકોર્ટને જણાવ્યું હતું કે 21 ઓકટોબર પહેલા FIR નોંધવામાં આવશે.આગામી સુનાવણી 21 ઓક્ટોબર 2024ના રોજ હાઇકોર્ટમાં હાથ ધરાશે. જો દુષ્કર્મ સહિતના આરોપોને લઈને ફરિયાદ નોંધાય તો ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના પદ સામે ખતરો ઊભો થઈ શકે છે.
શું છે સમગ્ર મામલો?
અમદાવાદમાં રહેતી મહિલા વર્ષ 2020માં તેની પુત્રીને લઇને ગજેન્દ્રસિંહ પરમાર અને મહેશ નામના વ્યક્તિ સાથે કારમાં જેસલમેર ફરવા જઇ રહ્યા હતા. ત્યારે આબુ રોડ પર પહોંચતા મહિલાની સગીર વયની દીકરી સાથે ગજેન્દ્રસિંહ અને અન્ય લોકોએ છેડતી કરી હતી.
આ પણ વાંચો-વાવ બેઠક પર જામશે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ