Accident on Bhavnagar Highway – આજે મંગળવારની વહેલી સવારે ભાવનગર જિલ્લામાં ત્રાપજ નજીક હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં 6 લોકોનાં મોત નીપજ્યાં છે અને 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માત એટલો ગમ્ખવાર હતો એક કિલોમીટર દૂર સુધી અવાજ સંભળાયો હતો. સુરતથી રાજુલા જઈ રહી ખાનગી લક્ઝરી બસ અને હાઈવે પર ઉભેલો ડમ્પરને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્યમાં લાગી ગઇ હતી. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામં આવ્યા હતા.
Accident on Bhavnagar Highway – નોંધનીય છે કે ભાવનગર જિલ્લામાં ત્રાપજ નજીક હાઈવે પર સુરતથી રાજુલા જઈ રહેલી ખાનગી લક્ઝરી બસ જઈ રહી હતી. આ સમયે હાઈવેની બાજુમાં ઉભેલા ડમ્પર સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 20થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમે ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડ્યા છે.ત્રાપજ પાસે હાઈવે પર સાઈડમાં ઊભેલા ડમ્પરમાં ધડાકાભેર લક્ઝરી બસ ઘૂસી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે અડધી લક્ઝરી બસના ભુક્કા બોલાયા હતા. લક્ઝરી બસનો કચ્ચરગાણ નીકળ્યો હતો. મળતી માહિતી પ્રમાણે સુરતથી રાજુલા જઈ રહેલી બસ એપલ ટ્રાવેલ્સની બસ છે.પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે .
ભાવનગર ગીર સોમનાથ નેશનલ હાઈવે પર વહેલી સવારે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ત્રાપજ બાયપાસ નજીક રસ્તા પર બંધ પડેલા ડમ્પર પાછળ ખાનગી બસ ઘૂસી જતા છ મુસાફરોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે તળાજા અને ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે ખાનગી બસનો એક બાજુનો અડધો ભાગ જ કચ્ચરઘાણ થઈ ગયો હતો. ઈજાગ્રસ્તમાંથી એક મહિલા અને એક બાળકી ગંભીર રીતે ઘાયલ થતા ભાવનગર સર ટી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા
આ પણ વાંચો – ગુજરાતમાં પંચનામું સીધું કોર્ટમાં જમા કરવા માટે ઈ-સાક્ષ્ય એપ્લિકેશનનો અમલ