અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આત્મઘાતી હુમલો થયો છે. એટર્ની જનરલ ઓફિસ પાસે થયેલા વિસ્ફોટમાં 5 વિદેશી સહિત 10 લોકોના મોત થયા છે. આ આત્મઘાતી હુમલો ત્યારે થયો જ્યારે સરકારી કર્મચારી પોતાનું કામ પતાવીને ઘરે જઈ રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આત્મઘાતી બોમ્બરનું નિશાન તાલિબાનના સરકારી અધિકારીઓ હતા જે વાહનોમાં મુસાફરી કરી રહ્યા હતા. અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
આ વર્ષે મે મહિનામાં અફઘાનિસ્તાનના બામિયાન પ્રાંતમાં હુમલાખોરો દ્વારા ત્રણ વિદેશી સહિત ચાર લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અંધાધૂંધ ગોળીબારમાં 7 લોકો ઘાયલ થયા છે. આ હુમલા અંગે તાલિબાનના પ્રવક્તાએ કહ્યું હતું કે મધ્ય અફઘાનિસ્તાનમાં મોડી સાંજ સુધી અનેક બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં 3 વિદેશી નાગરિકો સહિત ચાર લોકોના મોત થયા હતા. ઘટના સ્થળેથી ચાર શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી. તાલિબાને ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરી હતી.
2008માં કાબુલમાં મોટો આત્મઘાતી હુમલો થયો હતો
2008માં કાબુલમાં મોટો આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં ભારતીય દૂતાવાસને નિશાન બનાવવામાં આવ્યું હતું. 7 જુલાઈ 2008ના રોજ ભારતીય દૂતાવાસ પર થયેલા આત્મઘાતી હુમલામાં 58 લોકો માર્યા ગયા હતા. જ્યારે 141 લોકો ઘાયલ થયા હતા. આ હુમલાને લઈને અમેરિકને દાવો કર્યો હતો કે આ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના ઈશારે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો – મોદી સરકારે ખેડૂતો માટે લીધા આ 7 મોટા નિર્ણય, જાણો