રાજ્યમાં મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે .ગુજરાતમાં સાર્વત્રિક મેઘની મહેર જોવા મળી રહી છે. ભારે વરસાદના લીધે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે, અનેક ગામોમાં પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે.મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યો છે. સરકારી આંકડા મુજબ રાજ્યના 111 તાલુકામાં મૂશળધાર વરસાદ ખાબક્યો છે.રાજ્યના દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું ,વડોદરા અને સુરતમાં તો મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 111 તાલુકામાં મૂશળધાર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ડોલવણમાં 6.8 ઈંચ, સુબીરમાં 6.4 ઈંચ, નવસારીમાં 6.3 ઈંચ, ઉચ્છલમાં 5.5 ઈંચ, મહુવામાં 5.2 ઈંચ, જલલાપોરમાં 5.11 ઈંચ, ગણદેવીમાં 4.84 ઈંચ અને વલોડમાં 4.3 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજ્યના કુલ 27 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં પણ 1 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે જ 86 તાલુકામાં સામાન્યથી 1 ઈંચ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે તાપી, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાના પગલે ઓરેન્જ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંમચહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદ થઇ શકે તેમ હોય યલો એલર્ટ અપાયું છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.