હિમાચલ પ્રદેશના બિલાસપુર (Bilaspur Tragedy) જિલ્લામાં મંગળવારે સાંજે એક હૃદયદ્રાવક બસ દુર્ઘટના બની, જેમાં ‘જાકો રાખે સાંઈયાં, માર સકે ન કોઈ’ કહેવત સાચી ઠરી છે. ઝંડૂતા ઉપમંડળના ભલ્લૂ પુલ પાસે મરોતમ-કલૌલ રૂટ પર ચાલતી ખાનગી બસ ‘સંતોષી’ પર પહાડી પરથી ભારે કાટમાળ અને પથ્થરો ધસી પડતાં, 15 મુસાફરોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા હતા.
Bilaspur Tragedy જોકે, મોતની આ ભયાવહ ઘટનામાં બે નાનકડાં જીવન એવા હતા, જેને જાણે ભગવાને પોતાની હથેળી પર બેસાડીને બચાવી લીધા. બસ પર પહાડનો કાટમાળ પડતાં કોઈને સંભાળવાનો મોકો પણ ન મળ્યો. અકસ્માત સમયે બસમાં આશરે 25 થી 30 લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે.
ચમત્કારિક રીતે બચી ગયા બે માસૂમ
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, ભારે ધડાકાનો અવાજ આવ્યો અને જ્યારે તેઓ સ્થળ પર પહોંચ્યા, ત્યારે બસ સંપૂર્ણપણે કાટમાળમાં દટાઈ ગઈ હતી. સ્થાનિકો અને બચાવ ટીમે અથાગ પ્રયાસો કરીને મૃતદેહોને બહાર કાઢવાનું શરૂ કર્યું.
બચાવ કાર્ય દરમિયાન એક એવું દૃશ્ય સામે આવ્યું, જેણે સૌની આંખો ભીની કરી દીધી. મલબાની વચ્ચેથી એક બાળક સહી-સલામત મળી આવ્યો. થોડી જ વારમાં વધુ એક બાળકીને પણ સુરક્ષિત બહાર કાઢવામાં આવી. કહેવાય છે કે કાટમાળ પડતી વખતે આ બંને માસૂમ બાળકો બસની સીટો નીચે ફસાઈ ગયા હતા, જેના કારણે તેઓ મલબાની સીધી ઈજાથી બચી ગયા હતા. લોકો આ ઘટનાને કોઈ ચમત્કારથી ઓછો નથી માની રહ્યા.
PM મોદીએ સહાયનું એલાન કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ‘X’ પર પોસ્ટ કરતાં લખ્યું, “હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં થયેલી બસ દુર્ઘટનામાં લોકોના મૃત્યુથી દુઃખી છું. મારી સંવેદનાઓ અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારોની સાથે છે. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું.”
પીએમનો રાહત ફંડ: વડાપ્રધાને દરેક મૃતકના પરિવારજનને PMNRF (પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ) માંથી ₹2-2 લાખ રૂપિયાની અનુગ્રહ રાશિ આપવાની જાહેરાત કરી છે. ઘાયલો માટે સહાય: આ ઉપરાંત, ઘાયલોને ₹50,000 રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે.સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, સોમવારથી આ વિસ્તારમાં વરસાદ ચાલુ હતો, જેના કારણે પહાડ પોચો (નમ) થઈ ગયો હતો. બસ જેવી જ ભલ્લૂ પુલ પાસે પહોંચી, અચાનક પહાડનો કાટમાળ ધસી પડ્યો અને બસ સંપૂર્ણપણે દબાઈ ગઈ.
આ પણ વાંચો: બિહાર ચૂંટણીની તારીખો જાહેર: 6 અને 11 નવેમ્બરે મતદાન,14 નવેમ્બરે પરિણામ