Minor girl was doused with petrol and set on fire: ઓડિશમાંથી (Odisha) એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.ઓડિશાના પુરી જિલ્લાના ગામમાં 15 વર્ષની સગીરાને કેટલાક બદમાશોએ પેટ્રોલ નાંખીને સળગાવતા (Minor girl was doused with petrol and set on fire) ચકચાર મચી જવા પામી છે. માહિતી અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે પીડિતા તેના મિત્રના ઘરે જઈ રહી હતી. આ સમય દરમિયાન સગીરા પર પેટ્રોલ છાંટીન સળગાવવાની ઘટના ઘટી હતી, આજુબાજુના રહીશો સત્વરે દોડી આવ્યા હતા અને સત્વરે આગને બુઝાવીને સગીરાને વહેલીતકે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.આ ઘટનાની માહિતી ઓડિશાના નાયબ મુખ્યમંત્રી પ્રવતી પરિદા (Deputy Chief Minister Pravati Parida)એ પણ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી.
આ પણ વાંચો- છત્તીસગઢમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી, એન્કાઉન્ટરમાં 6 નક્સલીઓ ઠાર
Minor girl was doused with petrol and set on fire: નોંધનીય છે કે 15 વર્ષીય સગીરાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેને ભુવનેશ્વરના એઈમ્સમાં ( Bhubaneswar AIIMS) રિફર કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી પ્રવતી પરિદાએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને જાહેરાત કરી હતી કે પીડિતાની સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. તેમણે પોલીસને આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવા અને કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઘટના એટલી ચકચાર હતી કે તેની નોંધ નાયબ મુખ્યમંત્રીએ લીધી હતી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર લખ્યું બાલંગા વિસ્તારમાં કેટલાક બદમાશો દ્વારા 15 વર્ષની છોકરીને રસ્તા પર પેટ્રોલ છાંટીને આગ લગાવવાના સમાચાર સાંભળીને મને દુઃખ અને આઘાત લાગ્યો છે. છોકરીને તાત્કાલિક ભુવનેશ્વરની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેની સારવાર માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તમામ તબીબી ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. પોલીસ વહીવટીતંત્રને તાત્કાલિક ગુનેગારોની ધરપકડ કરવા અને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો- પશુપાલકોની આખરે જીત,સાબર ડેરીએ દૂધના ભાવમાં વધારો જાહેર કર્યો