પહેલગામ આતંકી હુમલામાં 26ના મોત – જમ્મુ-કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ પહેલગામમાં મંગળવારે આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો. આ ભયાનક હુમલામાં 26 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઘાયલોમાં પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકો બંનેનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાની આકરી નિંદા કરી હતી અને કહ્યું હતું કે આ ઘૃણાસ્પદ હુમલામાં સામેલ કોઈપણને છોડવામાં આવશે નહીં. તેમણે દેશવાસીઓને આશ્વાસન આપ્યું હતું કે “આ કાયરતાપૂર્ણ હુમલા પાછળના લોકોને ટૂંક સમયમાં જ સજા આપવામાં આવશે”
પહેલગામ આતંકી હુમલામાં 26ના મોત – આ સંદર્ભે પીએમ મોદીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે પણ ફોન પર વાત કરી અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું. આ પછી શ્રી શાહે તમામ સુરક્ષા એજન્સીઓ સાથે ઈમરજન્સી સમીક્ષા બેઠક બોલાવવાની જાહેરાત કરી અને શ્રીનગર જવા રવાના થઈ ગયા. ઘટના બાદ પહેલગામ અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. સેના, સીઆરપીએફ અને સ્થાનિક પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં ભયાનક આતંકવાદી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા, જેમાં 16 લોકોની ઓળખ થઈ ગઈ છે. મૃત્યુ પામેલા લોકોના નામ આ મુજબ છે.
મંજુનાથ – કર્ણાટક
વિનય નરવાલ – હરિયાણા
શુભમ દ્વિવેદી – ઉત્તર પ્રદેશ
દિલીપ જયરામ દેસલે – મહારાષ્ટ્ર
સંદીપ નેપવાને – નેપાળ
બિન્ટન ઓફિસર – UAE
રાદીપ કુમાર
અતુલ શ્રીકાંત મોને – મહારાષ્ટ્ર
સંજય લાખન લેલે
સૈયદ હસન શાહ – અનંતનાગ (જમ્મુ અને કાશ્મીર)
હિંમત ભાઈ કલાથીય – ગુજરાત
પ્રશાંત કુમાર બલેશ્વર
મનીષ રંજન
રામચંદ્રન
શૈલેન્દ્ર કાલિપી
શિવમ મોગ્ગા – કર્ણાટક