જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતા 3 લોકોના મોત,શ્રીનગરનો હાઇવે બંધ!

રવિવારે  જમ્મુ-કાશ્મીરમાં આકાશમાંથી આફત આવી. કુદરતે વિનાશ સર્જ્યો છે. રામબનના સેરી બગના વિસ્તારમાં વાદળ ફાટવાથી પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. અનેક લોકોના ઘર પાણીમાં ગરકાવ થઇ ગયા અને 3 લોકોના મોત નિપજ્યા હતા. ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. સેંકડો વાહનો ફસાયા છે. કિશ્તવાડ-પદ્દાર રોડ પણ બંધ છે. બચાવ કામગીરી ચાલી રહી છે.

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી સતત ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રામબન જિલ્લાના સેરી બગનામાં રવિવારે સવારે અચાનક વાદળ ફાટ્યું. ત્યાં પૂર આવ્યું. પહાડનો કાટમાળ ગામ તરફ આવ્યો. અનેક મકાનો જમીનદોસ્ત થઈ ગયા હતા. જોરદાર પ્રવાહના કારણે અનેક ઘરો વહી ગયા હતા. બનિહાલમાં પણ ભૂસ્ખલન થયું છે.

આકાશમાંથી પડેલી આફતને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. સેંકડો વાહનો ફસાયા છે. કિશ્તવાડ-પદ્દાર રોડ પણ બંધ છે. અધિકારીઓએ હવામાન સાફ થયા બાદ જ હાઈવે પર મુસાફરી કરવાની અપીલ કરી છે.ભૂસ્ખલનના કેટલાક વીડિયો સામે આવ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પહાડનો કાટમાળ રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પહોંચી ગયો છે. એક વીડિયોમાં ત્રણ-ચાર ટેન્કર અને કેટલાક અન્ય વાહનો કાટમાળ નીચે સંપૂર્ણ રીતે દટાયેલા જોવા મળે છે. આ ઉપરાંત હોટલો અને મકાનો પણ કાટમાળથી પ્રભાવિત દેખાય છે.

પોલીસે લોકોને બહાર કાઢ્યા હતા
પ્રાથમિક માહિતી અનુસાર, ધરમકુંડમાં ભારે વરસાદને કારણે ચેનાબ નદી પાસેના નાળામાંથી પાણી ગામમાં પ્રવેશ્યું હતું. પૂરના કારણે 10 મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. 25-30 મકાનોને સામાન્ય નુકસાન થયું છે. ધરમકુંડ પોલીસે આ વિસ્તારમાં ફસાયેલા 90-100 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *