Operation Sindoor Pakistani Army killed- ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. સેનાનું કહેવું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની સેનાના 64 સૈનિકો અને અધિકારીઓ માર્યા ગયા હતા. જમ્મુ અને કાશ્મીરમાં તૈનાત ભારતીય સેનાના જવાનો દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં આ પાકિસ્તાની સૈનિકો અને અધિકારીઓ માર્યા ગયા. આ કાર્યવાહી દરમિયાન 90 થી વધુ પાકિસ્તાની સૈનિકો ઘાયલ થયા હતા.ભારતીય સેનાની સાથે, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ સોમવારે સંસદીય સમિતિને મહત્વપૂર્ણ માહિતી આપી. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો લશ્કરી સંઘર્ષ પરંપરાગત સીમાઓમાં રહ્યો. પાકિસ્તાન તરફથી પરમાણુ ખતરાના કોઈ સંકેત મળ્યા નથી. લશ્કરી કાર્યવાહી રોકવા માટે દ્વિપક્ષીય કરાર થયો હતો.
પાકિસ્તાનમાં આતંકવાદીઓ ખુલ્લેઆમ ફરે છે
Operation Sindoor Pakistani Army killed – વિદેશ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન તેની ધરતી પર કેટલાક લોકોની હત્યા માટે ભારતને દોષી ઠેરવે છે. જ્યારે તેની પાસે કોઈ પુરાવા નથી. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલા આતંકવાદીઓ પાકિસ્તાનમાં મુક્તપણે ફરે છે અને ભારત વિરુદ્ધ હિંસા ભડકાવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સમિતિના કેટલાક સાંસદોએ વિદેશ સચિવને પ્રશ્ન કર્યો હતો કે શું પાકિસ્તાને લશ્કરી સંઘર્ષ દરમિયાન ચીની બનાવટના સાધનોનો ઉપયોગ કર્યો હતો.
વિદેશ સચિવે ટ્રમ્પના દાવા પર કટાક્ષ કર્યો
આના જવાબમાં તેમણે કહ્યું કે તેનાથી કોઈ ફરક પડતો નથી. ભારતે પાકિસ્તાની એરબેઝનો નાશ કર્યો. તેમણે યુદ્ધવિરામનો શ્રેય લેતા ટ્રમ્પના નિવેદનનો પણ જવાબ આપ્યો. વિદેશ સચિવે કટાક્ષ કરતા કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે આવું કરવા માટે તેમની પાસેથી પરવાનગી લીધી ન હતી. જમ્મુ-કાશ્મીરના મુદ્દા પર કોઈ પણ દેશને ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી.
આ પણ વાંચો – સુપ્રીમ કોર્ટે શ્રીલંકા નાગરિકની અરજી ફગાવી,ભારત કોઇ ધર્મશાળા નથી દરેકને આશ્રય આપે