Karnataka માં ગણેશ શોભાયાત્રામાં ટ્રક ઘૂસી જતાં 8 લોકોના મોત,20થી વધુ ઘાયલ

Karnataka
શુક્રવારે રાત્રે Karnataka ના હાસન જિલ્લાના મોસાલેહોસાહલ્લી ગામે ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન એક ગમખ્વાર  અકસ્માત સર્જાયો છે. રાત્રે લગભગ 8:45 વાગ્યે એક ટ્રક બેકાબૂ થઈને ભીડમાં ઘૂસી જતાં ઓછામાં ઓછા 8 લોકોનાં મોત નીપજ્યાં અને 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા.
નોંધનીય છે કેઆ ઘટના Karnataka ના હાસન તાલુકામાં બની, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ગણેશ ચતુર્થીના વિસર્જન કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા. અચાનક બનેલી આ ઘટનાએ ઉત્સવના ઉલ્લાસને શોકમાં ફેરવી દીધો. પોલીસ સૂત્રો અનુસાર, મૃતકોમાં મોટાભાગના બાળકો છે. અરકલગુડ તરફથી આવતી ટ્રકના ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવતાં તે શોભાયાત્રામાં ચાલતા ભક્તોને ટક્કર મારી. ચાર લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે ઘાયલોને તાત્કાલિક હાસનની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

Karnataka પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટ્રકની ઝડપ ઘણી વધારે હતી, અને લોકો બચવા માટે ચીસો પાડી રહ્યા હતા. અકસ્માત બાદ સ્થળ પર અરાજકતા ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી. હાલમાં સરકારે આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. આ દુર્ઘટનાએ સ્થાનિક સમુદાયમાં શોકનું મોજું ફેલાવ્યું છે, અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
નોંધનીય છે કે શુક્રવારે રાત્રે Karnataka ના હાસન જિલ્લાના મોસાલેહોસાહલ્લી ગામે ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન એક ગમખ્વાર  અકસ્માત સર્જાયો છે. રાત્રે લગભગ 8:45 વાગ્યે એક ટ્રક બેકાબૂ થઈને ભીડમાં ઘૂસી જતાં ઓછામાં ઓછા 8 લોકોનાં મોત નીપજ્યાં અને 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *