ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (પીએસસી) દ્વારા લેવામાં આવતી મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ-2ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે, 13મી એપ્રિલના બદલે આ પરીક્ષા 17મી એપ્રિલના રોજ યોજાશે. આ ફેરફાર, 13મી એપ્રિલે પોલીસ ભરતી બોર્ડની લેખિત પરીક્ષા થતી હોવાથી કરવામાં આવ્યો છે.
હસમુખ પટેલે શું કહ્યું?
જિપીએસસની ચેરમેન હસમુખ પટેલે આ અંગે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી હતી, જેમાં જણાવ્યું હતું કે, “13 એપ્રિલના રોજ પોલીસ ભરતી બોર્ડ તેની લેખિત પરીક્ષા લેવાઈ રહી છે, તેથી જાહેરાત ક્રમાંક 73/2024-25, માટે મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ-2 ની લેખિત પરીક્ષા હવે 17 એપ્રિલના રોજ યોજાશે.
ગુજરાત પીએસસીની ભરતી
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 240 જગ્યાઓ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આઈડેન્ટિફાયડ પદોમાં ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1 અને 2, તેમજ ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2 શામેલ છે. આ માટેની ઓનલાઈન અરજી 7 માર્ચથી 23 માર્ચ સુધી કરવી પડશે.