8મા પગાર પંચથી સરકારી કર્મચારીઓના પગારમાં 19000 રૂપિયાનો થઇ શકે છે વધારો!

કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચના કરવાની અંતિમ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ સંબંધિત નિયમો અને શરતોને આવતા મહિનાની શરૂઆતમાં મંજૂરી માટે કેબિનેટને મોકલવામાં આવશે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે કેબિનેટની મંજૂરી બાદ જ આ અંગેની સૂચના જારી કરવામાં આવશે અને 8મું પગાર પંચ એપ્રિલથી તેનું કામ શરૂ કરશે.

આ દરમિયાન અમેરિકન ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટ કંપની ગોલ્ડમેન સાક્સનું કહેવું છે કે 8માં પગાર પંચ લાગુ થવાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં 14 હજારથી 19 હજારનો વધારો થશે. 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ પેન્શનધારકોને આ પગાર સુધારણાનો લાભ મળશે. 8મા પગાર પંચની નિમણૂક એપ્રિલમાં થવાની શક્યતા છે અને આ સમિતિની ભલામણો 2026-27માં લાગુ થવાની ધારણા છે.

કેવી રીતે થશે ગણતરી?:
મધ્યમ સ્તરના કેન્દ્રીય સરકારી કર્મચારીઓનો સરેરાશ માસિક પગાર 1 લાખ રૂપિયાની આસપાસ છે. પગાર વધારવાનો નિર્ણય બજેટની ફાળવણીના આધારે લેવામાં આવશે. જો બજેટમાં ફાળવણી 1.75 લાખ કરોડ રૂપિયા છે તો પગાર 1,14,600 રૂપિયા થશે. જો બજેટમાં ફાળવણી 2 લાખ કરોડ રૂપિયા છે તો પગાર વધીને 1.16,700 રૂપિયા થશે. તેવી જ રીતે, એવો અંદાજ છે કે જો બજેટમાં રૂ. 2.25 લાખ કરોડની ફાળવણી કરવામાં આવે તો પગારમાં રૂ. 1,18,800 સુધીનો વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *