LLaMA 4 AI : LLaMA 4 AI મોડેલ ટૂંક સમયમાં થશે લોન્ચ, OpenAIના ChatGPTને ટક્કર આપશે!

LLaMA 4 AI  : વિશ્વના સૌથી મોટા ટેક જાયન્ટ્સમાંના એક, Meta હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રમાં પોતાનું મજબૂત પગરવ જમાવવાની તૈયારીમાં છે. કંપની ટૂંક સમયમાં પોતાની નવી પેઢીનું ભાષા મોડેલ LLaMA 4 લોન્ચ કરવા જઈ રહી છે, જે OpenAIના ChatGPTને સીધી સ્પર્ધા આપી શકે તેવી શક્યતાઓ ધરાવે છે.

એપ્રિલના અંત સુધી લોન્ચ થવાની શકયતા

અહેવાલો અનુસાર, Meta LLaMA 4 મોડેલને એપ્રિલ 2025ના અંત સુધીમાં રજૂ કરવા માંગે છે. જોકે અગાઉ લોન્ચ ડેટ બે વખત પાછી ધકેલાઇ ચૂકી હોવાથી હાલની તારીખ પણ નિશ્ચિત નથી કહી શકાય. કંપની આ મોડેલની કામગીરીમાં વધુ સુધારાઓ લાવવાનું કામ કરી રહી છે.

શું છે LLaMA 4ની ખાસિયત?

LLaMA 4 એ એક ભાષા આધારિત AI મોડેલ છે, જે માનવની જેમ વાત કરી શકે છે, પ્રશ્નોના જવાબ આપી શકે છે, કોડિંગ કરી શકે છે અને ગણિત જેવી જટિલ સમસ્યાઓનું હલ કરી શકે છે. જોકે Meta સ્વીકાર કરે છે કે ચેટ અને ગણિતમાં હજુ પણ તે GPT-4ની સપાટીએ નથી પહોંચી શક્યું, પણ સતત સુધારાની પ્રક્રિયામાં છે.

DeepSeekથી પ્રેરિત “Mixture of Experts” ટેક્નિક

Meta પોતાના નવા મોડેલમાં “Mixture of Experts” નામની નવી ટેક્નિક અપનાવી રહી છે. આ ટેક્નોલોજી હેઠળ મોટા મોડેલને નાના “એક્સપર્ટ મોડ્યુલો”માં વહેંચી દેવામાં આવે છે, જે અલગ-અલગ પ્રકારના પ્રશ્નો માટે નિષ્ણાત હોય છે. પરિણામે મોડેલ વધુ ઝડપથી અને ચોકસાઈથી જવાબ આપી શકે છે.

ભવિષ્યમાં ઓપન સોર્સ કરવાની યોજના

સૌપ્રથમ LLaMA 4 Meta AI પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. ત્યારબાદ કંપની તેને ડેવલપર્સ માટે ઓપન સોર્સ પણ બનાવી શકે છે, જે વિકાસકર્તાઓ અને સંશોધકો માટે મોટા અવસરો ઊભા કરશે.

Metaનું ભવિષ્યગામી રોકાણ

Meta AI ક્ષેત્રમાં આ વર્ષે આશરે 65 અબજ ડોલર (ભારતીય ચલણમાં અંદાજે ₹5.4 લાખ કરોડ)નું રોકાણ કરવાની યોજના ધરાવે છે. આ રોકાણ AI મોડેલની તાલીમ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવી ટેક્નોલોજીના વિકાસમાં વપરાશે.

ChatGPT સામે LLaMA 4: કોણ બનશે હાવી?

GPT-4 પહેલેથી જ માર્કેટમાં એક મજબૂત જગ્યા બનાવે ચુક્યું છે. બીજી તરફ Meta LLaMA 4ને વધુ બુદ્ધિશાળી, ઝડપી અને મલ્ટી-લિંગ્વલ બનાવવા માટે સતત મહેનત કરી રહી છે. જો બધું યથાવત રહે તો ટૂંક સમયમાં માર્કેટમાં એક નવો અને શક્તિશાળી AI વિકલ્પ જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *