Waqf Amendment Act: આખરે વક્ફ કાયદામાં થયેલા ફેરફારો આજથી દેશભરમાં અમલમાં આવી ગયા છે. કેન્દ્ર સરકારએ 8 એપ્રિલ, 2025ના રોજ વક્ફ સુધારા કાયદો 2025ને સત્તાવાર રીતે લાગુ કરવાનું નોટિફિકેશન જાહેર કર્યું છે. આથી હવે આઝાદી પહેલાંના જૂના વક્ફ કાયદાને બદલે નવા સુધારાવાળા કાયદાનો અમલ શરૂ થશે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 5 એપ્રિલે સંસદ દ્વારા પસાર કરાયેલા વક્ફ સુધારા બિલને મંજૂરી આપી હતી, જે હવે કાયદાના રૂપમાં બદલાઈ ગયું છે.
16 એપ્રિલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી નિર્ધારિત
બીજી તરફ, આ નવા કાયદાની વિરુદ્ધમાં વિવિધ મુસ્લિમ સંગઠનો અને વિરોધ પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીઓમાં દાવો કરવામાં આવ્યો છે કે નવા સુધારાઓથી મુસ્લિમ સમુદાયના અધિકારો પર અસર પડશે.
સુપ્રીમ કોર્ટ આ મામલે ગંભીરતા દાખવીને 16 એપ્રિલ, 2025ના રોજ મહત્વપૂર્ણ સુનાવણી રાખી છે. તમામ તરફોથી આગ્રહ કરવામાં આવી રહ્યો છે કે કાયદાના અમલ પૂર્વે સમગ્ર મુદ્દાની સમજદારીપૂર્વક સમીક્ષા થાય.