પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે અવસાન, વેટિકે સમાચારની પુષ્ટિ કરી

પોપ ફ્રાન્સિસનું અવસાન

પોપ ફ્રાન્સિસનું અવસાન – પોપ ફ્રાન્સિસ, રોમન કેથોલિક ચર્ચના પહેલા લેટિન અમેરિકન પોન્ટિફ, નો રોમમાં 88 વર્ષની વયે અવસાન થયું છે. વેટિકને સોમવારે જાહેર કરેલા વિડીયો નિવેદનમાં તેમના નિધનની પુષ્ટિ કરી હતી.વેટિકનની માહિતી મુજબ, પોપ ફ્રાન્સિસને છેલ્લા એક અઠવાડિયાથી રોમની જેમેલી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા, જ્યાં તેઓ બંને ફેફસામાં ન્યુમોનિયા અને સંકુલ ચેપથી પીડાતા હતા. તેમને “ઉચ્ચ પ્રવાહ” વાળું ઓક્સિજન સપોર્ટ આપવામાં આવ્યું હતું અને પ્લેટલેટની ઘટતી સંખ્યાને કારણે રક્ત તબદિલી પણ કરવામાં આવી હતી.

પોપ ફ્રાન્સિસનું અવસાન – માર્ચ 13, 2013ના રોજ સર્વોચ્ચ પદ પર ચૂંટાઈને પોપ ફ્રાન્સિસ રોમન કેથોલિક ચર્ચના પહલા લેટિન અમેરિકન નેતા બન્યા હતા. તેમણે ગુપ્તતામાં ઢંકાયેલા ચર્ચના આંતરિક વ્યવહાર અને ભૂતકાળના વિવાદો સામે લડવાનું મુશ્કેલ પણ મહત્વપૂર્ણ કાર્ય હાથ ધર્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન ચર્ચમાં જોડાયેલા વિવિધ મુદ્દાઓને લઈ ચર્ચાઓ અને વિભાજન પણ સર્જાયા હતા.

વેટિકને જણાવ્યું કે પોપનું શાસન તણાવભર્યું હોવા છતાં તેઓએ ચર્ચમાં પારદર્શિતા, નૈતિકતા અને માનવતા લાવવાનો સતત પ્રયાસ કર્યો. તેમના અવસાનથી વિશ્વભરમાં કેથોલિક સમુદાયમાં શોકની લાગણી વ્યાપી છે.પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કારની માહિતી ટૂંક સમયમાં જાહેર કરાશે, અને વિશ્વભરના નેતાઓ તથા શ્રદ્ધાળુઓ તેમના જીવન અને સેવા માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

નોંધનીય છે કે પોપ ફ્રાન્સિસ, રોમન કેથોલિક ચર્ચના પહેલા લેટિન અમેરિકન પોન્ટિફ, નો રોમમાં 88 વર્ષની વયે અવસાન થયું છે. વેટિકને સોમવારે જાહેર કરેલા વિડીયો નિવેદનમાં તેમના નિધનની પુષ્ટિ કરી હતી.વેટિકનની માહિતી મુજબ, પોપ ફ્રાન્સિસને છેલ્લા એક અઠવાડિયાથી રોમની જેમેલી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા, જ્યાં તેઓ બંને ફેફસામાં ન્યુમોનિયા અને સંકુલ ચેપથી પીડાતા હતા. તેમને “ઉચ્ચ પ્રવાહ” વાળું ઓક્સિજન સપોર્ટ આપવામાં આવ્યું હતું અને પ્લેટલેટની ઘટતી સંખ્યાને કારણે રક્ત તબદિલી પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો –  નિશિકાંત દુબેની મુસીબત વધી, BJP સાંસદ વિરૂદ્ધ SCમાં અવમાનનાની અરજી દાખલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *