પહેલગામ હુમલાના આતંકવાદીઓની તસવીર જાહેર- સુરક્ષા એજન્સીઓએ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા જઘન્ય હુમલામાં સામેલ ચાર આતંકવાદીઓની તસવીરો જાહેર કરી છે. આ હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ તમામ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા છે અને તેમાંથી ઓછામાં ઓછા બે વિદેશી હોવાનું માનવામાં આવે છે. સુરક્ષા એજન્સીઓ આ આતંકીઓને પકડવા અને આ ભયાનક હુમલા પાછળનું કારણ શોધવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.NIAએ પહેલગામમાં થયેલા આતંકી હુમલાની તપાસ શરૂ કરી છે. પ્રવાસીઓ પર હુમલો કરનારા આતંકવાદીઓએ સુરક્ષા દળોનો યુનિફોર્મ પહેર્યો હતો અને અમેરિકી બનાવટની એમ4 કાર્બાઈન્સ અને એકે-47નો ઉપયોગ કરીને હુમલો કર્યો હતો.આતંકવાદીઓ 20 મિનિટ સુધી રહ્યા, નિર્ભયતાથી આસપાસ ફરતા રહ્યા અને ગોળીઓ ચલાવતા રહ્યા…’,
પહેલગામ હુમલાના આતંકવાદીઓની તસવીર જાહેર- કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પહેલગામમાં હુમલાના સ્થળે પહોંચ્યા હતા અને તે પહેલા તેમણે શ્રીનગરમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે શાહ હુમલામાં બચી ગયેલા અને પીડિત પરિવારોને મળ્યા હતા અને ખાતરી આપી હતી કે આ ઘટનાના દોષિતોને બક્ષવામાં આવશે નહીં. જમ્મુ અને કાશ્મીર સરકારે દરેક મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
પાકિસ્તાનના પ્રતિબંધિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબા (LeT)ના પ્રોક્સી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ પહેલગામ હુમલાની જવાબદારી સ્વીકારી છે. જાન્યુઆરી 2023 માં, ગૃહ મંત્રાલય (MHA) એ TRF ને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કર્યું. ઓગસ્ટ 2019 માં કલમ 370 નાબૂદ કર્યા પછી આતંકવાદીઓ દ્વારા TRFની રચના કરવામાં આવી હતી.
હુમલા બાદ મંગળવાર અને બુધવારે જમ્મુ-કાશ્મીરમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા હતા. ઘણી જગ્યાએ લોકોએ દેખાવો કર્યા અને પૂતળા બાળ્યા. આ સાથે બુધવારે અનેક શહેરોમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. લોકો મોટી સંખ્યામાં ઘરોમાંથી બહાર આવ્યા અને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.
આ પણ વાંચો – પહેલગામ આતંકવાદી હુમલામાં મોટો ખુલાસો,લશ્કર-એ-તૈયબાની સાજિશ, હોટલની કરી રેકી