ભારત પાકિસ્તાન પર લગાવશે પ્રતિબંધ – જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મોટો આતંકી હુમલો થયો છે. મંગળવારે (22 એપ્રિલ) બપોરે, સેનાની યુનિફોર્મ પહેરેલા આતંકવાદીઓએ બેયરસન વેલીમાં પ્રવાસીઓના જૂથ પર ગોળીબાર કર્યો હતોઆ ઘટનામાં 26 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ પહેલગામ આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો છે. ભારત સરકાર પાકિસ્તાન સામે કડક એકશન લેવાના મૂડમાં જોવા મળી રહી છે.
ભારત પાકિસ્તાન પર લગાવશે પ્રતિબંધ – નોંધનીય છે કે ભારત પાકિસ્તાન સાથે વેપાર અને વિઝા પર પ્રતિબંધ લગાવી શકે છે, સૂત્રો પહેલગામમાં કાયરતાપૂર્ણ હુમલા બાદ ભારત હવે પાકિસ્તાન વિરુદ્ધ ઘણા મોટા નિર્ણય લઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત પાકિસ્તાન સાથે વેપાર બંધ કરી શકે છે. ઉપરાંત, વિઝા પર પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. ભારત આ મુદ્દે યુએનને પણ માહિતી આપી શકે છે.