Khedbrahma triple accident- સાબરકાંઠાના ખેડબ્રહ્મા-અંબાજી રોડ પર આજે બપોરે હિંગટીયા ગામ નજીક ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અંબાજી રૂટની એસટી બસ, જીપ અને બાઈક એકબીજા સાથે ટકરાયા હતાં, જેના પરિણામે ત્રણ વ્યક્તિઓનું ઘટનાસ્થળે કરૂણ મોત થયું અને અન્ય છ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
Khedbrahma triple accident- પ્રાપ્ત માહિતી મુજબ, શનિવાર બપોરે સાબરકાંઠાના હિંગટીયા ગામ નજીક ત્રણ વાહનો વચ્ચે ગમખ્વાર અથડામણ થઈ. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણ લોકોનાં જીવ ગયા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત છ લોકોને તાત્કાલિક ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.અકસ્માતની જાણ થતાં ખેડબ્રહ્મા પોલીસ અને ખેરોજ પોલીસ સ્ટાફ તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે રાહદારીઓ માટે અવરોધાયેલા માર્ગને ક્લિયર કરી, ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. ઘટનાને લઇને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.