ભારતની એર સ્ટ્રાઇકમાં આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 10 સભ્યનો ખાત્મો

Operation Sindoor

Operation Sindoor – હું પણ મરી જાઉં તો સારું. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પોતાના નિવેદનમાં કહ્યું- મૌલાના મસૂદ અઝહરની મોટી બહેન અને મૌલાના કશફનો આખો પરિવાર, મુફ્તી અબ્દુલ રઉફના પૌત્ર-પૌત્રીઓ હુમલામાં માર્યા ગયા. પરિવારના અનેક સભ્યો ઘાયલ થયા હતા. હુમલામાં પોતાના પરિવારના વિનાશ પછી, મસૂદ અઝહરે કહ્યું કે જો હું પણ મરી ગયો હોત તો સારું થાત.

થોડી જ વારમાં બધું નાશ પામ્યું તમને જણાવી દઈએ કે ભારતીય વાયુસેના, ભારતીય સેના અને ભારતીય નૌકાદળે મળીને ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું. આ હુમલા માટે હવાથી જમીન પર પ્રહાર કરતી મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના એક વ્યક્તિએ હુમલાનો પ્રત્યક્ષદર્શી સાક્ષી આપ્યો છે. મુરિડકેમાં એક વ્યક્તિએ કહ્યું – ૧૨:૪૫ વાગ્યા હતા. અમે સૂતા હતા. પહેલા ડ્રોન આવ્યું. થોડી વાર પછી, ત્રણ બીજા ડ્રોન આવ્યા અને મસ્જિદો પર હુમલો કર્યો. બધું જ નાશ પામ્યું.

22 એપ્રિલના રોજ 26 લોકો માર્યા ગયા હતા જમ્મુ અને કાશ્મીરના પહેલગામની બૈસરન ખીણમાં 22 એપ્રિલે આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ 26 પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરીને તેમની હત્યા કરી હતી. આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછ્યા બાદ ગોળી મારી દીધી હતી. પહેલગામ હુમલાના 15 દિવસ પછી, ભારતે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા બદલો લીધો. આ હુમલામાં 90 આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. જેમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર હાફિઝ અબ્દુલ મલિકનો પણ સમાવેશ થાય છે. મલિક મુરીદકે સ્થિત મરકઝ તૈયબા હવાઈ હુમલામાં માર્યો ગયો હતો.

આ પણ વાંચો –  ભારતે આતંકવાદ સામેની આ કાર્યવાહીને ‘ઓપરેશન સિંદૂર’ કેમ નામ આપ્યું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *