મહેમદાવાદ તિરંગા યાત્રા- ભારતીય સેનાના અપ્રતિમ સાહસ, શૌર્ય અને પરાક્રમ ‘ઓપરેશન સિંદૂર’ને બિરદાવવા દેશભરમાં યોજાઈ રહેલી તિરંગા યાત્રાઓના ભાગરૂપે આજે ખેડાના મહેમદાવાદ ખાતે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ, મહેમદાવાદ નગરપાલિકાના પ્રમુખ પ્રશાંત પટેલ, રાજકિય નેતા ડો. નૈષધ ભટ્ટ,ભાજપના નેતા નિલેશ પટેલ પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણ, હિમાશુંભાઇ મહેમદાવાદ સર્વોદય કો-ઓપરેટીવ સોસાયટીના ચેરમેન કરીમભાઇ મલેક , સામાજિક કાર્યકર સલીમ મલેક, સહિતના મહેમદાવાદના કોર્પોરેટર સહિત શહેરના નાગરિકોએ ભાગ લીધો હતો.
મહેમદાવાદ તિરંગા યાત્રા- મહેમદાવાદના વિરોલ દરવાજાથી તિરંગા યાત્રા ભારે હર્ષોઉલ્લાસ સાથે બજારમાં થઇને જકાત નાકા નંબર 4 પોલીસ સ્ટેશન સુધી યાત્રા નીકળી હતી, આ યાત્રામાં જય હિંદના નારા સાથે ભારતીય સેના જિંદાબાદના નારા લાગ્યા હતા. શહેર સહિત આજુબાજુના ગામડાના નાગરિકો, સામાજિક અને રાજકીય આગેવાનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભારત માતાના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને ઉપસ્થિત સૌએ ભારતીય સેનાના સાહસ અને શૌર્યને હૃદયપૂર્વક વધાવ્યું હતું.
આ પણ વાંચો- દાહોદ મનરેગા કૌભાંડ: બચુ ખાબડના બંને પુત્રોની ધરપકડ કરાઇ