યુવા શટલર લક્ષ્ય સેન સિંગલ્સની સેમિફાઇનલમાં પહોંચી ગયો છે. આ સાથે લક્ષ્ય પેરિસ ઓલિમ્પિકમાં મેડલથી એક જીત દૂર છે. ક્વાર્ટર ફાઈનલમાં પાછળ પડી જવા છતાં તેણે ચાઈનીઝ તાઈપેઈના ખેલાડીને હરાવ્યો હતો. લક્ષ્ય પુરૂષોમાં ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બની ગયો છે.
ભારતનો ઉભરતો શટલર લક્ષ્ય સેન પેરિસ ઓલિમ્પિક 2024ની મેન્સ સિંગલ બેડમિન્ટન ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઇના ખેલાડી ચાઉ ટિએન ચેન સામે રમી રહ્યો હતો તેને હરાવીને તેણે ઇતિહાસ રચી દીધો છે. પેરિસ ઓલિમ્પિકના બેડમિન્ટનમાં ભારતનો એકમાત્ર પડકાર લક્ષ્યના રૂપમાં બચ્યો છે. લક્ષ્ય અત્યારે શાનદાર ફોર્મમાં છે. પેરિસમાં તેની પાસેથી મેડલની અપેક્ષા છે.
રમતગમતના સૌથી મોટા મહાકુંભ પેરિસ ઓલિમ્પિકમાં સાતમા દિવસે એટલે કે શુક્રવાર 2જી ઓગસ્ટના દિવસે પણ ભારતીય ખેલાડીઓ ધૂમ મચાવી રહ્યા છે. ભારતીય ખેલાડીઓ બેડમિન્ટન, તીરંદાજી, હોકી, ગોલ્ફ, શૂટિંગ, એથ્લેટિક્સ જેવી ઈવેન્ટ્સમાં ભાગ લઈ રહ્યા છે. અંકિતા-ધીરજ તીરંદાજીની મિશ્ર ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ જીતવાથી ચૂકી ગયા. જ્યારે મનુ ભાકર મહિલાઓની 25 મીટર પિસ્તોલની ફાઇનલમાં પહોંચી છે. પેરિસ ઓલિમ્પિકનો છઠ્ઠો દિવસ ભારત માટે મિશ્ર બેગ રહ્યો હતો. સ્ટાર શૂટર સ્વપ્નિલ કુસલેએ 50 મીટર રાઇફલ 3 પોઝિશનમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ રીતે ભારતે હવે ઓલિમ્પિકમાં ત્રીજો મેડલ જીત્યો છે. પીવી સિંધુ બેડમિન્ટન પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં મહિલા સિંગલ્સ મેચમાં હાર્યા બાદ બહાર થઈ ગઈ છે. જ્યારે લક્ષ્ય સેને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો
આ પણ વાંચો- નવી Mahindra Thar આ તારીખે થશે લોન્ચ, જાણો તેના દમદાર ફીચર વિશે