કડી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં વરસાદને લીધે મતદાન પર અસર,ગોકળ ગતિએ થઇ રહ્યું છે મતદાન

કડી અને વિસાવદર પેટા ચૂંટણી:  કડી અને વિસાવદરમાં વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આજે મતદાન થઈ ચાલી રહ્યું છે. આજે સવારે 7 વાગ્યાથી મતદાન કરવા માટે મતદારોએ લાઈલ લગાવી દીધી હતી. વિસાવદરમાં 2.61 લાખ મતદારો 297 મતદાન મથકો પર મતદાન કરવાના છે જ્યારે કડીમાં 2.89 લાખ મતદારો 294 મતદાન મથકો પર પોતાનો મત આપવાના છે. કડી અને વિસાવદર બેઠક પર કુલ 5.50 લાખથી પણ વધારે મતદારો છે. જે ઉમેદવારોનું ભાવિ નક્કી કરવાના છે. આ બેઠક પર અત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે.આ પેટાચૂંટણીમાં વરસાદ પડતા મતદાનની ગતિ ધીમી પડી છે

કડી અને વિસાવદર પેટા ચૂંટણી: ચૂંટણીપંચ વિસાવદર બેઠક પર 293 બુથો પર વેબકાસ્ટિંગ દ્વારા સતત મોનીટરીંગ કરી રહ્યું છે. અત્યારે સંપૂર્ણ રીતે શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે. જૂનાગઢ કલેકટરે વેબકાસ્ટીંગ કંટ્રોલ રૂમની મુલાકાત કરીને સમીક્ષા પણ કરી હતી. વિસાવદરમાં મતદાન કરવા માટે આવેલા લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. સામે કડી બેઠક પર પણ લોકો ખૂશીથી મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચી રહ્યાં છે. મતદાન કર્યાં બાદ લોકો ઉત્સાહ સાથે બહાર આવતા જોવા મળ્યાં હતા. કડીમાં મતદારોમાં એટલો ઉત્સાહ છે કે, દિવ્યાંગ વ્યક્તિઓ પણ મતદાન કરવા માટે આવી રહ્યાં છે. દરેક વ્યક્તિ એત્યારે પોતાની ફરજ નીભાવવા માટે મતદાન મથકે પહોંચી રહ્યાં છે.

કોના પર કડી અને વિસાવદરના લોકો મહેરબાન થશે?

કડી વિધાનસભા બેઠકની વાત કરીએ તો MLA કરશન સોલંકીનાં નિધન બાદ બેઠક ખાલી પડી છે. ભાજપ તરફથી રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસે રમેશ ચાવડાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. અને આમ આદમી પાર્ટીમાંથી જગદીશ ચાવડા વચ્ચે જંગ ખેલાશે. આ ઉપરાંત અપક્ષ અને શંકરસિંહ વાઘેલાની પાર્ટી પણ જંગમાં ઉતરી છે. જ્યારે વિસાવદરમાં ભાજપ તરફથી કિરીટ પટેલ, કોંગ્રેસ તરફથી નીતિન રાણપરીયા અને આમ આદમી પાર્ટી તરફથી ગોપાલ ઇટાલીયા વચ્ચે જંગ જામ્યો છે.

 

આ પણ વાંચો-  ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય,ચેક રિટર્ન કેસોના ભારણ ઘટાડવા ચાર નવી કોર્ટ કરાઇ શરૂ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *