વરસાદી માહોલ વચ્ચે પર્યાવરણ જાગૃતિ માટે અને વૃક્ષોની સંભાળને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે,અમવા અને ધી મહેર ક્રેડિટ એન્ડ સપ્લાય કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ દ્વારા સરખેજ અને જુહાપુરા વિસ્તારમાં વૃક્ષારોપણ અભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ ઝુંબેશ હેઠળ વૃક્ષારોપણ, રોપાઓની વહેંચણી અને સમુદાયમાં જાગૃતિ ફેલાવવા માટે નાના-નાના વાર્તાલાપ કાર્યક્રમો યોજાયો
મહેર સોસાયટીના પ્રમુખ એમ.યુ. દેસાઈ, અમવાના પ્રમુખ ડૉ. પ્રોફેસર મહેરુન્નિસા દેસાઈ, મહેરના ડિરેક્ટર્સ ઝાકેરાબેન કાદરી, રિઝવાના બેન કુરેશી, એડવોકેટ રિયાઝ શેખ, અને ગુજરાત યુનિવર્સિટીના ઈન્ટર્ન મોહમ્મદ અયાન સહિતના અગ્રણીઓના નેતૃત્વમાં આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. શ્રીમતી માહેનૂર સૈયદ, જુબેદા ચોપરા, સુહાના દેસાઈ અને અમવા ટીમના સભ્યોએ આ અભિયાનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી
અમવાના પ્રમુખ ડૉ. પ્રોફેસર મહેરુન્નિસા દેસાઈ વૃક્ષારોપણ કરી રહ્યા છે.
આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણીય જાગૃતિ ફેલાવવી અને સમુદાયને વૃક્ષારોપણ તેમજ વૃક્ષોની માવજત માટે પ્રેરિત કરવાનો હતો. આ પહેલથી લોકોને પર્યાવરણ સંરક્ષણ માટે સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. આવનારા સમયમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આ અભિયાનને વધુ વેગ આપવામાં આવશે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવશે.
આ પણ વાંચો- રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઈવે પાસે બસ નદીમાં ખાબકી,સુરતની દિકરી સહિત બેના મોત