GPSC Recruitment 2025: ગુજરાત સરકારમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યના વિવિધ વિભાગોમાં વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ના પદો પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 518 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
GPSC Recruitment 2025: GPSC ભરતી 2025ની નોકરીની પોસ્ટ
આ ભરતી અંતર્ગત વિવિધ વિભાગોમાં નીચે મુજબની પોસ્ટો માટે જગ્યાઓ ખાલી છે:
-
કાયદા અધીક્ષક (જુનિયર ડ્યુટી), વર્ગ-2 – 1 જગ્યા
-
નગર નિયોજક, વર્ગ-1 – 14 જગ્યાઓ
-
જુનિયર નગર નિયોજક, વર્ગ-2 – 55 જગ્યાઓ
-
નાયબ સેક્શન અધિકારી, વર્ગ-3 (સચિવાલય) – 92 જગ્યાઓ
-
નાયબ સેક્શન અધિકારી, વર્ગ-3 (ગુજરાત જાહેર સેવા આયોગ) – 1 જગ્યા
-
નાયબ સેક્શન અધિકારી, વર્ગ-3 (વિધાનસભા) – 11 જગ્યાઓ
-
મોટર વાહન નિરીક્ષક, વર્ગ-2 – 11 જગ્યાઓ
-
સહાયક ઇજનેર (વિદ્યુત), વર્ગ-2 – 139 જગ્યાઓ
-
સહાયક પશુપાલન નિયામક, વર્ગ-2 – 3 જગ્યાઓ
-
સંયુક્ત ખેતી નિયામક, વર્ગ-1 – 2 જગ્યાઓ
-
સંયુક્ત બાગાયત નિયામક, વર્ગ-1 – 1 જગ્યા
-
નેત્ર સર્જન (તજજ્ઞ), વર્ગ-1 – 52 જગ્યાઓ
-
લેક્ચરર, ગુજરાત નર્સિંગ સેવા, વર્ગ-2 – 33 જગ્યાઓ
-
પ્રાધ્યાપક (I.H.B.T), વર્ગ-1 – 3 જગ્યાઓ
-
સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર, વર્ગ-2 – 2 જગ્યાઓ
-
મેડિકલ ઓફિસર (રેસિડન્ટ મેડિકલ ઓફિસર – આયુર્વેદ), વર્ગ-2 – 100 જગ્યાઓ
અરજી કરવાની પ્રક્રિયા:
આવેદન પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે. ઇચ્છુક ઉમેદવારોએ https://gpsc-ojas.gujarat.gov.in પર જઈને 9 જુલાઈ 2025 પહેલાં અરજી કરી લેવી.
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા:
વિભિન્ન પદો માટે જરૂરી લાયકાતો જુદી જુદી છે. તેમ જ વય મર્યાદા પણ પદ અનુસાર અલગ અલગ રાખવામાં આવી છે. યોગ્ય લાયકાત અને વય મર્યાદાની વિગતવાર માહિતી માટે GPSCની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ નોટિફિકેશન વાંચવું અનિવાર્ય છે.
પગાર ધોરણ:
પસંદ થયેલા ઉમેદવારોને સરકારી નિયમો મુજબ જે તે પદ માટે નક્કી કરેલો પગાર મળશે.
GPSC દ્વારા વિવિધ પદો માટે જાહેર કરાયેલા આ ભરતી કાર્યક્રમમાં કાયદા અધીક્ષક, નગર નિયોજક, નાયબ સેક્શન અધિકારી, મોટર વાહન નિરીક્ષક, સહાયક ઇજનેર, નેત્ર સર્જન, મેડિકલ ઓફિસર જેવી મહત્વપૂર્ણ જગ્યાઓનો સમાવેશ થાય છે.
અરજી પ્રક્રિયા ઓનલાઈન રહેશે અને રસ ધરાવતા ઉમેદવારોએ OJASની સત્તાવાર વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in પર 9 જુલાઈ 2025 પહેલાં અરજી કરવાની રહેશે.
આ પણ વાંચો- Sabudana Upma Recipe: ઘરે બનાવો સ્વાદિષ્ટ સાબુદાણા ઉપમા, આ રેસિપીથી