અંબાલાલ પટેલે આપી ચેતવણી, ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે!

અંબાલાલ પટેલે આપી ચેતવણી:   ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, 27 જુલાઈથી મહીસાગર અને વડોદરા પંથકમાં અતિભારે વરસાદની શક્યતા છે, જ્યાં 8થી 10 ઇંચ વરસાદ ખાબકી શકે છે. ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ મેઘમહેર રહેવાની સંભાવના છે.

અંબાલાલ પટેલે આપી ચેતવણી: અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિના માટે વિસ્તૃત આગાહી આપતા જણાવ્યું કે, ઓગસ્ટની શરૂઆતમાં રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને 6થી 10 ઓગસ્ટ દરમિયાન એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે સમગ્ર મહિના દરમિયાન સારો વરસાદ નોંધાશે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે પુષ્ય નક્ષત્રમાં સૂર્યના પ્રવેશને કારણે વરસાદી પાણી સારું ગણાશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય છે. ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર વેલમાર્ક લો પ્રેશર અને ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ જામ્યો છે. આ ઉપરાંત, ઉત્તર-પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધી રહી છે, જેના કારણે 25થી 28 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *