2006 Mumbai Train Blast Case: સુપ્રીમ કોર્ટે (suprime court) ટ્રેન બ્લાસ્ટ કેસમાં (Mumbai train blast case) મોટો ચુકાદો આપ્યો છે, તમામ ટ્રેન બ્લાસ્ટના 12 આરોપીની મુક્તિના મુંબઇ હાઇકોર્ટના (Mumbai highcourt) આદેશ પર રોક લગાવી દીધી છે. મુંબઇ હાઇર્કોટના ચુકાદાને મહારાષ્ટ્ર સરકારે હાઇકોર્ટમાં પડકારી હતી, જે અનુંસધાનમાં સુપીમ કોર્ટે તમામ આરોપીના મુક્તિના આદેશ પર સ્ટે આપ્યો છે,
2006 Mumbai Train Blast Case: નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશ પર વચગાળાનો સ્ટે મુક્યો છે. જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ સ્ટે આરોપીઓને જેલમાંથી મુક્ત કરવા પર કોઈ અસર કરશે નહીં. માહિતી મુજબ, મહારાષ્ટ્ર સરકારે જેલમાંથી મુક્ત થયેલા આરોપીઓને પાછા મોકલવાની માંગ કરી નથી.
કોર્ટે બીજું શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે આ કેસમાં તમામ આરોપીઓને નોટિસ ફટકારી છે. મહારાષ્ટ્ર સરકાર વતી હાજર રહેલા એસજી તુષાર મહેતાએ કહ્યું કે આ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે. અમે એમ નથી કહેતા કે તમારે તેમને પાછા જેલમાં મોકલવા જોઈએ પરંતુ આ નિર્ણયમાં આવી ઘણી ટિપ્પણીઓ કરવામાં આવી છે જે અન્ય MCOCA કેસોમાં ટ્રાયલને અસર કરી શકે છે. આ પછી, સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશના આ ભાગ પર સ્ટે આપ્યો અને કહ્યું કે બોમ્બે હાઈકોર્ટનો આદેશ અન્ય કેસોમાં મિસાલ નહીં બને.
2006 ટ્રેન બ્લાસ્ટ કેસ ?
મુંબઇની જીવા દોરી સમાન લોકલ ટ્રેનમાં 11 જુલાઈ 2006 ના રોજ, મુંબઈ લોકલ ટ્રેનમાં 11 મિનિટમાં 7 વિસ્ફોટ થયા હતા,આ આતંકવાદી હુમલામાં 189 લોકોના મોત થયા હતા અને 827 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને 15 આરોપીઓ ફરાર થઇ ગયા હતા આ કેસમાં નીચલી કોર્ટે વર્ષ 2015 માં 12 લોકોને દોષિત ઠેરવ્યા હતા, જેમાં 5 ને મૃત્યુદંડ અને 7 ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ પછી, કાનૂની પ્રક્રિયા હેઠળ, સરકારે 5 આરોપીઓની મૃત્યુદંડની પુષ્ટિ માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, આરોપીઓએ પણ સજા સામે અરજી દાખલ કરી હતી. જોકે, બોમ્બે હાઈકોર્ટે 21 જુલાઈના રોજ તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. હાઈકોર્ટે કહ્યું, આરોપી વિરુદ્ધનો કેસ શંકાની બહાર છે તે સાબિત કરવામાં ફરિયાદ પક્ષ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે
આ પણ વાંચો- ગુજરાત ATSએ અલ-કાયદા સાથે સંકળાયેલા 4 આતંકવાદીઓની કરી ધરપકડ