મનસા દેવી મંદિર: ઉત્તરાખંડના પવિત્ર તીર્થસ્થાન હરિદ્વારમાં આવેલા મનસા દેવી મંદિરમાં હરિયાળી તીજના અવસરે ભેગી થયેલી ભીડમાં નાસભાગ મચી જતાં 6 લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે. આ ઘટનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે, જેમને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃત્યુઆંકમાં વધારો થવાની શક્યતા છે.
ઘટનાની વિગતો
મનસા દેવી મંદિર: આ દુર્ઘટના રવિવારે સવારે લગભગ 8:30 વાગ્યે બની હતી. મનસા દેવી મંદિર તરફ જતી સીડી પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ હતી. અચાનક ઓવરહેડ પાવર લાઇન તૂટી પડવાની અફવા ફેલાતાં શ્રદ્ધાળુઓમાં ગભરાટ ફેલાયો, જેના કારણે નાસભાગ મચી ગઈ. આ ગભરાટને કારણે લોકો એકબીજા પર ચડી જતાં ઘણા લોકો ચગદાયા હતા, જેના પરિણામે આ દુર્ઘટના સર્જાઈ.
બચાવ કામગીરી અને સરકારી પ્રતિસાદ
ઘટનાની જાણ થતાં જ પોલીસ, SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ), અને અન્ય બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હરિદ્વારના SSP પ્રમેન્દ્ર સિંહ ડોબલે જણાવ્યું કે, “35 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જેમાંથી 6 લોકોનાં મોત થયાં છે.”
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે X પર પોસ્ટ કરીને જણાવ્યું, “મનસા દેવી મંદિરના રસ્તે નાસભાગના સમાચાર અત્યંત દુ:ખદ છે. SDRF, સ્થાનિક પોલીસ અને અન્ય બચાવ ટીમો રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. હું સ્થાનિક વહીવટ સાથે સતત સંપર્કમાં છું અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યો છું.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે X પર લખ્યું, “હરિદ્વારના મનસા દેવી મંદિરના રસ્તે નાસભાગને કારણે થયેલા જીવનહાનિ પર હું ઊંડો શોક વ્યક્ત કરું છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી સંવેદના. ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના
આ પણ વાંચો- રાજસ્થાનના ઝાલાવાડમાં શાળાની ઇમારત ધરાશાયી થતા 7 બાળકોના મોત