મહેમદાવાદમાં વરસાદ ખેડા જિલ્લામાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી, જેના પગલે ખાસ કરીને મહેમદાવાદ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. આજે સવારે 6થી 12 વાગ્યાના માત્ર 6 કલાકના ગાળામાં મહેમદાવાદમાં સરેરાશ 6.22 ઇંચ વરસાદ નોંધાયો, જે રાજ્યમાં આ સમયગાળા દરમિયાન સૌથી વધુ હતો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, રસ્તાઓ પર જળબંબાકાર થયું અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું.
મહેમદાવાદમાં વરસાદ મહેમદાવાદમાં જળબંબાકારની સ્થિતિમહેમદાવાદમાં ધોધમાર વરસાદને કારણે ગરનાળા જેવા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રસ્તાઓ પર 2થી 3 ફૂટ પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો. લોકોને ઘરની બહાર નીકળવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડિ રહ્યો છે, સ્ટેશન રોડ, જકાત નાકા નંબર 4 વિસ્તાર સહિતના અનેક નીચાણવાણા વિસ્તારમાં મૂશળધાર વરસાદ પડિ રહ્યો છે. નીચાણવાણા વિસ્તારમાં અનેક મકાન પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સવારે 6થી 12 વાગ્યા દરમિયાન રાજ્યના 142 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, જેમાંથી 95 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. મહેમદાવાદ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો, જેની વિગતો નીચે મુજબ છે
અમદાવાદ (દસક્રોઈ): 3.54 ઇંચ
અરવલ્લી (ભીલોડા): 3.19 ઇંચ
ખેડા (કઠલાલ): 3.07 ઇંચ
બનાસકાંઠા (કાંકરેજ): 2.52 ઇંચ
ડાંગ (વધઈ): 2.52 ઇંચ
પાટણ શહેર: 2.48 ઇંચ
ખેડા (નડિયાદ): 2.04 ઇંચ
નવસારી (વાસંદા): 2.24 ઇંચ
બનાસકાંઠા (વડગામ): 2.2 ઇંચ
અમદાવાદ (બાવળા): 2.09 ઇંચ
ડાંગ (સુબીર): 2.09 ઇંચ
ખેડા (માતર): 2.05 ઇંચ
અરવલ્લી (ભીલોડા): 3.19 ઇંચ
ખેડા (કઠલાલ): 3.07 ઇંચ
બનાસકાંઠા (કાંકરેજ): 2.52 ઇંચ
ડાંગ (વધઈ): 2.52 ઇંચ
પાટણ શહેર: 2.48 ઇંચ
ખેડા (નડિયાદ): 2.04 ઇંચ
નવસારી (વાસંદા): 2.24 ઇંચ
બનાસકાંઠા (વડગામ): 2.2 ઇંચ
અમદાવાદ (બાવળા): 2.09 ઇંચ
ડાંગ (સુબીર): 2.09 ઇંચ
ખેડા (માતર): 2.05 ઇંચ