બોલિવૂડ અભિનેતા આમિર ખાન છેલ્લે ફિલ્મ ‘સિતારે જમીન પર’માં જોવા મળ્યા હતા. તાજેતરમાં મુંબઈના બાંદ્રા સ્થિત તેમના ઘરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પોલીસ વાહનો તેમના ઘરેથી નીકળતા જોવા મળી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 25 IPS અધિકારીઓ તેમના ઘરે પહોંચ્યા હતા. હવે દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે કે IPS અધિકારીઓની એક ટીમ આમિરના ઘરે કેમ આવી! અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે લગભગ 25 IPS અધિકારીઓ આમિર ખાનના બાંદ્રા સ્થિત ઘરે તેમને મળવા પહોંચ્યા હતા. જોકે, અહેવાલમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ટીમ અભિનેતાને મળવા ગઈ હતી, પરંતુ આમિર કે તેમની ટીમ દ્વારા તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પરંતુ તેની જોરશોરથી ચર્ચા થઈ રહી છે.
આમિર ખાન ની ટીમે કહ્યું – અમે પણ તેમની સાથે વાત કરી રહ્યા છીએ
આમિરની ટીમે કહ્યું કે તેઓ તેમના અચાનક આગમન પાછળનું કારણ સમજી શકતા નથી. તેઓએ કહ્યું, ‘અમે હજુ પણ આમિર સાથે વાત કરી રહ્યા છીએ.’
ફિલ્મોની વાત કરીએ તો, આમિરની ‘સિતારે જમીન પર’ એ રિલીઝના એક મહિનામાં ભારતમાં લગભગ 165 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેનું દિગ્દર્શન આર.એસ. પ્રસન્ના દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં જેનેલિયા ડિસોઝા અભિનિત હતી.અહેવાલો સૂચવે છે કે તે ભારતીય સિનેમાના પિતા દાદા સાહેબ ફાળકેના જીવન પર રાજકુમાર હિરાનીની બાયોપિકમાં જોવા મળશે.
આ પણ વાંચો- સોશિયલ મીડિયા પર સલમાન ખાનની આ પોસ્ટ વાયરલ,યુઝર્સે કરી રહયા છે વખાણ!