મહેમદાવાદ શહેરમાં ચાલી રહેલા ખોદકામના કામો વચ્ચે નગરપાલિકાની બેદરકારીએ જોવા મળી છે. ખાસ કરીને વોર્ડ નંબર 3ના ઇકબાલ સ્ટ્રીટમાં ડ્રેનેજ લાઇનના ખોદકામ દરમિયાન નગરપાલિકાના કારીગરોએ પાઇપલાઇન તોડી નાંખી, જેના કારણે પાણીનું લીકેજ શરૂ થયું. આ લીકેજને રોકવા માટે કારીગરોએ ગજબનું “સંશોધન” કર્યુ, તૂટેલી સિમેન્ટની પાઇપને રિપેર કરવા પ્લાસ્ટિકના ટુકડાનો ઉપયોગ કર્યો! આવી હાસ્યાસ્પદ અને બેજવાબદાર કામગીરીથી નગરપાલિકાની કાર્યવાહી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. શું નગરપાલિકાના લોકો ડ્રેનેજની પાઇપ તૂટે એટલે પ્લાસ્ટિકનો ટુકડો મૂકીને કામ કરાવે છે… ?
મહેમદાવાદ: જ્યારે સ્થાનિક નાગરિકોએ આ અંગે રજૂઆત કરી તો કારીગરોએ ઉદ્ધત વર્તન કરીને જવાબ આપ્યો, “તમારી એકલાની પાઇપ લાઇન નથી તૂટી!” આવું વલણ દર્શાવે છે કે આવી બેદરકારી કદાચ અન્ય સ્થળોએ પણ કરી જ હશે?. નગરપાલિકા ડ્રેનેજ વેરો વસૂલે છે, પરંતુ તૂટેલી ડ્રેનેજ લાઇનને યોગ્ય રીતે રિપેર કરવાને બદલે પ્લાસ્ટિકના ટુકડાથી કામચલાઉ ઉકેલ લાવવામાં આવે છે, જે નાગરિકોના આરોગ્ય અને સ્વચ્છતા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. નગરપાલિકાએ આ બાબતે વિચારીને તૂટેલી ડ્રેનેજની જ પાઇપ નાંખી આપે નહીંતર આ અંગે ઉચ્ચસ્તરીય રજૂઆત કરાશે અને નહીંતર મુખ્યમંત્રીમાં પણ ફરિયાદ કરવાની નાગિરકોએ આપી છે ચેતવણી!
મહેમદાવાદ : આ ઘટનાએ સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. જાગૃત નાગરિકોએ નગરપાલિકાને આ મામલે તાત્કાલિક અસરકારક પગલાં લેવા ચેતવણી આપી છે, નહીંતર જનહિતના આંદોલન અને કાનૂની કાર્યવાહીની તૈયારી દર્શાવી છે. નગરપાલિકાને આ બેદરકારી બદલ જવાબદાર ઠેરવીને નાગરિકો યોગ્ય ડ્રેનેજ પાઇપનો ઉપયોગ કરીને રિપેરિંગ કરવાની માગણી કરી રહ્યા છે.વહેલી તકે તૂટેલી ડ્રેનેજ પાઇપને નવી પાઇપ નાંખીને કરી આપે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.
નોંધનીય છે કે ડ્રેનેજ પાઇપ તોડી નાંખીને પ્લાસ્ટિકના ટુકડા લગાવતા કેટલા અંશે વ્યાજબી છે, શું નગરપાલિકા જવાબદાર સામે પગલાં લેશે કે પછી એ જ સરકારી નીતિ ..થાય છે કરીશું જેવી નીતિ અપનાવશે.
આ પણ વાંચો: મહેમદાવાદમાં મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાનો સન્માન સમારોહ યોજાયો