Nigeria મંગળવારે સવારે ઉત્તરપશ્ચિમ નાઇજીરીયાના કાટસિના રાજ્યના ઉંગુવાન માન્ટાઉ શહેરમાં એક મસ્જિદ પર હુમલો થતાં ઓછામાં ઓછા 27 લોકો માર્યા ગયા હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે લોકો સવારની નમાઝ અદા કરી રહ્યા હતા. જોકે હજુ સુધી કોઈએ આ હુમલાની જવાબદારી લીધી નથી, પરંતુ નાઇજીરીયાના આ ભાગમાં જમીન અને પાણીને લઈને પશુપાલકો અને ખેડૂતો વચ્ચે હિંસક અથડામણો સામાન્ય છે. અધિકારીઓના મતે, આ હુમલો આ સપ્તાહના અંતે ગ્રામજનોએ કેટલાક બંદૂકધારીઓને મારી નાખ્યા બાદ બદલો લેવા માટે કરવામાં આવ્યો હોઈ શકે છે.