Coolie Worldwide Collection: દક્ષિણના સુપરસ્ટાર રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કુલી’ આ વર્ષની સૌથી મોટી રિલીઝમાંની એક હતી. 14 ઓગસ્ટના રોજ રિલીઝ થયેલી આ એક્શન-ડ્રામા ફિલ્મને વિવેચકો અને દર્શકો બંને તરફથી શાનદાર પ્રતિસાદ મળ્યો હતો. લોકેશ કનાગરાજ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં શ્રુતિ હાસન, નાગાર્જુન, ઉપેન્દ્ર અને સત્યરાજ જેવા સ્ટાર્સ હતા, જ્યારે આમિર ખાનનો કેમિયો દર્શકો માટે ખાસ સરપ્રાઈઝ હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 250 કરોડ અને વિશ્વભરમાં 450 કરોડનો આંકડો પાર કરી દીધો છે. તો ચાલો તમને જણાવીએ કે તેણે અત્યાર સુધીમાં કેટલી કમાણી કરી છે.
Coolie Worldwide Collection: કુલીની વર્લ્ડમાં જોરદાર કમાઇ
સૅકનિલ્કના અહેવાલ મુજબ, ‘કુલી’ એ 14 દિવસમાં વિશ્વભરમાં લગભગ 495 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમાંથી, ભારતમાં ફિલ્મનું નેટ કલેક્શન 269.10 કરોડ રૂપિયા હતું. ફિલ્મે પહેલા અઠવાડિયામાં જ 229.65 કરોડ રૂપિયા કલેક્શન કર્યા હતા, જ્યારે શરૂઆતના દિવસે તેણે 65 કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી હતી.
કુલી દિવસ મુજબ બોક્સ ઓફિસ રિપોર્ટ
દિવસ 1: 65 કરોડ
દિવસ 2: 54.75 કરોડ
દિવસ 3: 39.50 કરોડ
દિવસ 4: 35.25 કરોડ
દિવસ 5: 12 કરોડ
દિવસ 6: 9.50 કરોડ
દિવસ 7: 7.50 કરોડ
દિવસ 8: 6.15 કરોડ
દિવસ 9: 5.85 કરોડ
દિવસ 10: 10.50 કરોડ
દિવસ 11: 11.35 કરોડ
દિવસ 12: 3.25 કરોડ
દિવસ 13: 3.65 કરોડ
દિવસ 4.85 કરોડ
ભારત કુલ કલેક્શન (14 દિવસ): રૂ. 269.10 કરોડ
આ પણ વાંચો: Golden Ganpati: મુંબઇના ગોલ્ડન ગણપતિ વિશે જાણો,પંડાલનો અધધ…474 કરોડનો લીધો વીમો