Air India વિમાનનું આકાશમાં એન્જિન બંધ, PAN-PAN સિગ્નલથી ઇન્દોરમાં સુરક્ષિત લેન્ડિંગ

Air India
દિલ્હીથી ઇન્દોર જઈ રહેલી Air India એક્સપ્રેસની ફ્લાઇટ નંબર IX 1028એ આજે સવારે એક રોમાંચક ઘટના અનુભવી જ્યારે તેનું એક એન્જિન હવામાં અચાનક બંધ પડ્યું. 161 મુસાફરો સાથે ઉડાન ભરનાર આ વિમાનના પાઇલટે બહાદુરી દાખવી અને ટેકનિકલ ખામી નોંધાતાં તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને ‘PAN-PAN’ સિગ્નલ મોકલ્યો. આ સંદેશ એ દર્શાવે છે કે પરિસ્થિતિ ગંભીર છે, પરંતુ જીવન માટે તાત્કાલિક જોખમ નથી. આ ઘટનાએ એરપોર્ટ પર ખળભળાટ મચાવી દીધો, પરંતુ પાઇલટની સૂઝબૂઝ અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)ના પાલનને કારણે વિમાન સવારે 9:55 વાગ્યે ઇન્દોરના અહિલ્યાબાઈ હોલકર એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી ગયું. બધા મુસાફરો અને ક્રૂ સભ્યો સંપૂર્ણ સુરક્ષિત રહ્યા, અને એરપોર્ટ પર રાહતનો માહોલ છવાઈ ગયો.
Air India, શું હતો ‘PAN-PAN’ સિગ્નલ?
‘PAN-PAN’ એ આંતરરાષ્ટ્રીય હવાઈ અને દરિયાઈ સંચારમાં વપરાતો એક ખાસ સિગ્નલ છે, જે ગંભીર પરિસ્થિતિ દર્શાવે છે જ્યાં તાત્કાલિક મદદની જરૂર હોય, પરંતુ તે જીવન માટે સીધું જોખમ નથી. આ કિસ્સામાં, પાઇલટે આ સિગ્નલ દ્વારા ATCને ચેતવણી આપી, જેના પગલે એરપોર્ટ પર અગ્નિશામક દળો અને તબીબી ટીમો તૈયાર રાખવામાં આવી. ઇન્દોર એરપોર્ટના ડિરેક્ટર વિપિનકાંત સેઠે જણાવ્યું, “અમે દરેક સાવચેતી રાખી અને વિમાનને સુરક્ષિત લેન્ડ કરાવ્યું, જે નિર્ધારિત સમય 9:35ની થોડી મોડું થયું.
Air India એક્સપ્રેસનું નિવેદન: “ઇમરજન્સી નહીં, સાવચેતી
જોકે, એર ઇન્ડિયા એક્સપ્રેસે આ ઘટનાને ઇમરજન્સી લેન્ડિંગ ગણાવવાનો ઇનકાર કર્યો. કંપનીના પ્રવક્તાએ કહ્યું, “વિમાનના ઓઇલ ફિલ્ટરમાં શંકાસ્પદ સમસ્યા હતી, જેના કારણે પાઇલટે પ્રાથમિકતા આધારિત લેન્ડિંગ માટે ATCની મંજૂરી માંગી. અમારા તાલીમ પામેલા પાઇલટ્સે SOPનું પાલન કરી વિમાનને સુરક્ષિત ઉતાર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *