બનાસકાંઠા જિલ્લાના અંબાજી શક્તિપીઠમાં 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાયેલ BhadarviPoonam નો મહામેળો આજે વિધિવત રીતે સંપન્ન થઈ ગયો. આ પાવન પ્રસંગે લાખોની સંખ્યામાં માઈભક્તો મા અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા. મેળાના અંતે જાહેર કરાયેલા આંકડા અનુસાર, કુલ 40,41,306 ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યો હતો. આ મહામેળો ભક્તિ, શ્રદ્ધા અને ભાવનાથી ભરપૂર રહ્યો, જેમાં પગપાળા યાત્રા કરીને આવેલા ભક્તોએ વરસાદી વાતાવરણને પણ અવરોધ ગણાવ્યો નહીં.
BhadarviPoonam મેળા દરમિયાન ભક્તોને પ્રસાદ તરીકે મોટા પ્રમાણમાં મોહનથાળ અને ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કુલ 23,20,802 મોહનથાળના પેકેટ અને 35,811 ચીકીના પેકેટ વહેંચાયા હતા. આ ઉપરાંત, મંદિરમાં ભોજન પ્રસાદનો લાભ કુલ 4,69,411 ભક્તોએ લીધો હતો. છેલ્લા બે દિવસોમાં વરસાદે વિઘ્ન ઊભો કર્યો હતો, પરંતુ ભક્તોની શ્રદ્ધા અને ઉત્સાહમાં કોઈ કમી આવી નહોતી. લાખો ભક્તો પગપાળા યાત્રા કરીને અંબાજી પહોંચ્યા, જે આ મેળાની વિશેષતા રહી.
BhadarviPoonam મેળા દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ વિભાગે મહત્વની ભૂમિકા ભજવી હતી. ભાદરવી પૂનમના પાવન પ્રસંગે મેળો સુખરૂપ અને શ્રદ્ધાથી ભરપૂર રહે તે માટે બનાસકાંઠા પોલીસ પરિવારે અંબાના સુવર્ણ શિખરે ધજા ચડાવી હતી. ત્રણસ્તરીય પોલીસ બંદોબસ્ત, CCTV કેમેરા અને ડ્રોન સર્વેલન્સથી મેળાની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી.બનાસકાંઠા જિલ્લાના અંબાજી શક્તિપીઠમાં 1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન યોજાયેલ BhadarviPoonam નો મહામેળો આજે વિધિવત રીતે સંપન્ન થઈ ગયો. આ પાવન પ્રસંગે લાખોની સંખ્યામાં માઈભક્તો મા અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા.
આ પણ વાંચો: Nirmala Sitharamanએ કરી મોટી જાહેરાત,ટૂંક સમયમાં ટેરિફથી પ્રભાવિત લોકો માટે ખાસ પેકેજ