મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા આયોજિત આઠમો ઇનામી કાર્યક્રમ ગોધરા મુકામે યોજાયો. આ કાર્યક્રમમાં આઠ જિલ્લાના 61 તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના આધારે ટ્રોફી, મેડલ અને ટ્રોલી બેગ ભેટમાં આપી સન્માનિત કરવામાં આવ્યા. આમાં 46 વિધાર્થિની અને 15 વિધાર્થીોનું સન્માન કરાયુ હતું. કાર્યક્રમની શરૂઆત ગોધરાના મૌલાના મોઇનુદ્દીન સાહેબની કુરઆન તિલાવતથી કરવામાં આવી હતી.

મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ : આ પ્રસંગે જનાબ કદીર પીરજાદાએ દેશપ્રેમ અને શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો. પંચમહાલ રેન્જના પોલીસ મહાનિર્દેશક રાજેન્દ્ર અસારીએ નકારાત્મક વિચારોને હકારાત્મક અભિગમથી દૂર કરી સફળતા હાંસલ કરવા પ્રેરણા આપી. પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાતે જણાવ્યું કે, “આવા સન્માન કાર્યક્રમો બાળકોમાં ઉત્સાહના બીજ રોપે છે, જે ભવિષ્યમાં શિક્ષિત વૃક્ષ બનશે.” વિધાબેન નિરંકારીએ બાળકોમાં માનવતાનો ધર્મ જોવા મળે છે એમ કહી તેમને શાબાશી આપી. ગોધરા નગરપાલિકા પ્રમુખે દીકરીઓની સફળતા પર ગૌરવ વ્યક્ત કર્યું, જ્યારે વઝીરખાન પઠાણે સમાજની ખોટી માન્યતાઓ દૂર કરી શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું. મુફ્તી અમીન કલા સાહેબે ‘ઇકરા’ના મહત્વ સાથે શિક્ષણ અને તહેજીબ પર વાત કરી. એમ. જે. ગુજરાતીએ શિક્ષણથી સારી બાબતોનું મહત્વ સમજાય છે એમ જણાવ્યું. સમાજના પ્રમુખ કરીમભાઈ મલેકે સંસ્થાના સેવાકીય કાર્યોની વિગતોનું ચિતાર રજૂ કર્યો હતો, તેમણે વધુમાં કહ્યું કે દેશ સર્વોપરી છે, હિન્દુ-મુસ્લિમ એકતાથી દેશ વધુ મજબૂત બનશે.

આ કાર્યક્રમમાં ડૉ. સુજાત વલી, કાઉન્સિલર અકરમ દિવાન, સાજીદ મિર્ઝા, કલંદર બાદશાહ બાવા સહિત ખેડા, આણંદ, અમદાવાદ, મહીસાગર, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લાના અગ્રણીઓ અને સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

કાર્યક્રમને સફળ બનાવવા ઇકબાલભાઈ પોચા, રફીકભાઈ તિજોરીવાળા, એડવોકેટ યાકુબભાઈ ભટુક, ફિરોઝખાન પઠાણ, રશીદખાન પઠાણ, કાસમભાઈ ખોડા, મેહફૂજભાઈ પટેલ, ફારૂકભાઈ અંધી, મહમદભાઈ તિજોરીવાળા, ગફફારભાઈ મિસ્ત્રી, આમીર મનસૂરી, તલ્હાભાઈ શેખ, ઇમરાનભાઈ ઇદગાહવાળા, રમીજભાઈ શેખ, ફાતેમા ગ્રૂપ મલાવ, આરીફભાઈ, ઇકબાલ તિજોરીવાળા, કૈયુમભાઈ મનસૂરી, સમીરભાઈ મલેક અને નાના સ્વયંસેવકોએ અમૂલ્ય યોગદાન આપ્યું. કાર્યક્રમનું સંચાલન ફિરોઝખાન પઠાણે ઉત્સાહપૂર્વક કર્યું. આ કાર્યક્રમે વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ વધાર્યો અને સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડ્યો.