Abhishek Sharma : દુબઈમાં રમાયેલી એશિયા કપની સુપર ફોર મેચ ભારતની જોરદાર જીત થઇ છે. ટીમ ઈન્ડિયાએ રવિવારે પાકિસ્તાન સામે 172 રનનો ટાર્ગેટ પ્રાપ્ત કર્યો હતો, જેમાં માત્ર 18.5 ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધો હતો.
આ જીતમાં Abhishek Sharma : (૭૪ રન, ૩૯ બોલ) અને શુભમન ગિલ (૪૭ રન, ૨૮ બોલ) હતા, જેમની જોડીએ માત્ર ૪૯ બોલમાં પ્રથમ વિકેટ માટે ૧૦૫ રન ઉમેર્યા હતા, જેનાથી મેચનો માહોલ પલટાઈ ગયો હતો. અભિષેકે પોતાની ઇનિંગમાં ૫ છગ્ગા અને ૬ ચોગ્ગા ફટકાર્યા હતા.
મેચ પછી પ્રેઝન્ટેશન સેરેમની દરમિયાન, પ્લેયર ઓફ ધ મેચ અભિષેક શર્માએ કહ્યું, “આજે બધું ખૂબ સરળ હતું. તેઓ જે રીતે કોઈ કારણ વગર અમારી પર હુમલો કરી રહ્યા હતા તે મને ગમ્યું નહીં. એટલા માટે મેં તેમની સામે આક્રમક રમત રમી. મારો ઉદ્દેશ્ય ટીમ માટે પ્રદર્શન કરવાનો હતો. અમે (ગિલ અને અભિષેક) શાળાથી જ સાથે રમી રહ્યા છીએ અને એકબીજાની કંપનીનો આનંદ માણીએ છીએ. આજે અમે દૃઢ નિશ્ચયી હતા અને અમે તે કર્યું. ગિલ જે રીતે પ્રતિક્રિયા આપી તે મને ખરેખર ગમ્યું.” “જ્યારે તમે કોઈને આ રીતે રમતા જુઓ છો, ત્યારે હું એ જ લક્ષ્ય રાખું છું. હું ખૂબ જ સખત પ્રેક્ટિસ કરી રહ્યો છું, અને જો મારો દિવસ હશે, તો હું ચોક્કસપણે મારી ટીમને જીતવામાં મદદ કરીશ.”
આ પણ વાંચો: ભારતે પાકિસ્તાનને ફરી ધૂળ ચટાડી,ઇન્ડિયાએ પાકિસ્તાનને છ વિકેટથી હરાવ્યું