પવન કલ્યાણની ફિલ્મ ‘OG’ એ પહેલા જ દિવસ કમાયા આટલા કરોડ,જાણો બોક્સ ઓફિસ કલેકશન

સાઉથ સુપરસ્ટાર પવન કલ્યાણની જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે ફિલ્મ ‘ધે કૉલ હિમ ઓજી’ (De Call Him OG) એ રિલીઝ થતાની સાથે જ બૉક્સ ઑફિસ પર રેકોર્ડબ્રેક શરૂઆત કરી છે. દર્શકોનો લાંબા સમયનો ઇન્તજાર આખરે પૂરો થયો છે, અને ફિલ્મે પહેલા જ દિવસે શાનદાર કલેક્શન કરીને સાબિત કરી દીધું કે ચાહકોનો ઉત્સાહ કોઈ તોફાનથી કમ નથી.

OG સેકનિલ્કની પ્રારંભિક રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે ભારતમાં પહેલા જ દિવસે ₹૨૫.૮ કરોડનો જબરદસ્ત બિઝનેસ કર્યો છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મે અક્ષય કુમારની ‘જોલી એલએલબી ૩’ સામે સ્પર્ધા કરી, તેમ છતાં પવન કલ્યાણ અને ઇમરાન હાશ્મીની જોડીએ બૉક્સ ઑફિસ પર મજબૂત પકડ બનાવી. જ્યાં ‘જોલી એલએલબી ૩’ તેના સાતમા દિવસે પણ ૫ કરોડનો આંકડો પાર કરવા માટે સંઘર્ષ કરી રહી હતી, ત્યાં ‘ઓજી’ની શરૂઆત ધમાકેદાર રહી.

ઇમરાન હાશ્મીનું ધમાકેદાર સાઉથ ડેબ્યૂ
બૉલિવૂડમાં રોમેન્ટિક હીરોની છબી ધરાવતા ઇમરાન હાશ્મીએ આ ફિલ્મ દ્વારા પ્રથમ વખત સાઉથ સિનેમામાં પગ મૂક્યો છે. તેમણે ફિલ્મમાં ખલનાયકનું પાત્ર ભજવ્યું છે, જે દર્શકોને ખૂબ જ પસંદ આવ્યું છે. પવન કલ્યાણ જેવા મેગાસ્ટારની સામે પણ તેમની સ્ક્રીન પ્રેઝન્સે ખાસ અસર કરી. રિલીઝના પહેલા જ દિવસથી સોશિયલ મીડિયા પર તેમના અભિનયની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

‘ઓજી’ ઇમરાન હાશ્મીની કારકિર્દી માટે પણ એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે. તેમની અગાઉની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ ‘બાદશાહો’ હતી, જેણે પહેલા દિવસે ₹૧૨.૬૦ કરોડ કમાવ્યા હતા. પરંતુ ‘ઓજી’ એ જૂના તમામ રેકોર્ડ તોડીને તેમના કરિયરની સૌથી મોટી ઓપનિંગ આપી છે.

ડિરેક્ટર સુજીત દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં હાઇ ઑક્ટેન ઍક્શન, ઝડપી સ્ક્રીનપ્લે અને સ્ટાર પાવરનો જબરદસ્ત સમન્વય છે. પ્રારંભિક કલેક્શન પરથી સ્પષ્ટ થાય છે કે આવનારા દિવસોમાં ‘ઓજી’ બૉક્સ ઑફિસ પર વધુ મોટા રેકોર્ડ બનાવવાની સંભાવના ધરાવે છે.

આ પણ વાંચો:  મકાન ખરીદનારને સુપ્રીમ કોર્ટની મોટી રાહત: જો બિલ્ડર સમયમર્યાદામાં મકાન ન આપે તો 18 ટકા વ્યાજ આપવું પડશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *