યુરોપના 29 દેશોની મુસાફરી માત્ર એક જ વિઝા પર! જાણો શું છે શેંગેન વિઝા અને તેના લેટેસ્ટ નિયમો

Schengen Visa

Schengen Visa : વિશ્વભરના પ્રવાસીઓ માટે યુરોપ ખંડ હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે, અને આ પ્રવાસને અત્યંત સરળ બનાવે છે શેંગેન વિઝા આ એક એવો વિઝા છે જે ધારકને યુરોપના લગભગ ૨૯ દેશોમાં આંતરિક સરહદી નિયંત્રણો વિના મુક્તપણે મુસાફરી કરવાની છૂટ આપે છે.

શું છે Schengen Visa   ?
શેંગેન વિઝા એક એવું મહત્ત્વપૂર્ણ પગલું છે જેણે સભ્ય દેશો વચ્ચેની સરહદોને હટાવી દીધી છે.શેંગેન  વિસ્તાર એ ૨૯ યુરોપિયન દેશોનો સમૂહ છે જેમણે એક સામાન્ય વિઝા નીતિ અપનાવી છે. આનો અર્થ એ છે કે તમારે ૨૯ દેશો માટે અલગ-અલગ વિઝા લેવાની જરૂર નથી. એક જ વિઝા પર, તમે આખા વિસ્તારમાં આરામથી ફરી શકો છો. આ વિઝા મુખ્યત્વે ટૂંકા ગાળાની મુસાફરી (Short Stay) માટે આપવામાં આવે છે.

કયા દેશો છે શેંગેન  વિસ્તારમાં?
Schengen Visa : શેન્જેન વિસ્તારમાં યુરોપિયન યુનિયન (EU) ના સભ્ય દેશો ઉપરાંત અન્ય દેશોનો પણ સમાવેશ થાય છે. તાજેતરના અપડેટ્સ મુજબ, તેમાં નીચેના ૨૯ દેશોનો સમાવેશ થાય છે:

ઑસ્ટ્રિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, હંગેરી, આઇસલેન્ડ, ઇટાલી, લાટવિયા, લીચેન્સ્ટેઇન, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, માલ્ટા, નેધરલેન્ડ્સ, નોર્વે, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવાકિયા, સ્લોવેનિયા, સ્પેન, સ્વીડન, અને સ્વિટ્ઝર્લેન્ડ

Schengen Visa  ના સરળ નિયમો:
૧. એક વિઝા, ૨૯ દેશોની છૂટ:

નિયમ: શેન્જેન વિઝા એટલે યુરોપના ૨૯ દેશોમાં ફરવા માટે માત્ર એક જ વિઝા પૂરતો છે. તમારે દરેક દેશ માટે અલગ વિઝા લેવાની જરૂર નથી.

ફાયદો: તમે ઑસ્ટ્રિયાથી ફ્રાન્સ કે ઇટાલીથી જર્મની જશો, તો તમારી કોઈ બોર્ડર ચેક નહીં થાય. તમે આખો વિસ્તાર એક જ દેશ હોય તેમ ફરી શકો છો.

૨. રોકાણની સમય મર્યાદા (૯૦/૧૮૦ નિયમ):

નિયમ: તમે કોઈપણ ૧૮૦ દિવસના ગાળામાં (પાછળના છ મહિના) માં શેન્જેન વિસ્તારમાં વધારેમાં વધારે ૯૦ દિવસ સુધી જ રોકાઈ શકો છો.

સરળ સમજ: જો તમે ૧લી જાન્યુઆરીએ યુરોપ ગયા અને ૯૦ દિવસ રોકાયા, તો પછીના ૯૦ દિવસ તમારે યુરોપની બહાર રહેવું પડશે. તમે આ ૯૦ દિવસ એક સાથે કે ટુકડે-ટુકડે વાપરી શકો છો.

૩. અરજી ક્યાં કરવી?

નિયમ: તમારે વિઝા માટે અરજી તે દેશના દૂતાવાસ (એમ્બેસી/કોન્સ્યુલેટ) માં કરવી, જ્યાં તમે:

સૌથી વધુ દિવસ રોકાવાના હોવ. (દા.ત. ફ્રાન્સમાં ૪૦ દિવસ અને ઇટાલીમાં ૧૦ દિવસ રોકાવાનું હોય, તો ફ્રાન્સમાં અરજી કરવી.)

જો રોકાણનો સમય બધે સરખો હોય, તો જે દેશમાં તમે સૌથી પહેલા પ્રવેશ કરવાના હોવ ત્યાં અરજી કરવી.

૪. નવા ડિજિટલ નિયમો (ઓક્ટોબર ૨૦૨૫થી):

નિયમ: યુરોપ ટૂંક સમયમાં એન્ટ્રી/એક્ઝિટ સિસ્ટમ (EES) નામનો નવો ડિજિટલ નિયમ લાવશે.

ફેરફાર: હવે પાસપોર્ટ પર એન્ટ્રી-એક્ઝિટના સ્ટૅમ્પ મારવામાં નહીં આવે. તેના બદલે, તમારી મુસાફરીનો ડેટા (પ્રવેશ, નિકાસ અને બાયોમેટ્રિક્સ) સિસ્ટમમાં ડિજિટલ રીતે નોંધાશે.

આ પણ વાંચો:   ઈરાન પર UN ના પ્રતિબંધો ફરી લાગુ, રશિયા અને ચીનની રોકવાની આખરી કોશિશ નાકામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *