AsiaCup2025 ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ 9મી વખત ટાઇટલ જીત્યું!

AsiaCup2025

દુબઈમાં રમાયેલા AsiaCup2025  ની રોમાંચક ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ કટ્ટર હરીફ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે. ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે સાચો સાબિત થયો.

પાકિસ્તાનની ઇનિંગ્સ: શાનદાર શરૂઆત, કંગાળ અંત
AsiaCup2025 પાકિસ્તાની ટીમને ઓપનર સાહિબઝાદા ફરહાન (57 રન, 38 બોલમાં) અને ફખર ઝમાન (47 રન, 35 બોલમાં)એ મજબૂત શરૂઆત અપાવી હતી. આ બંનેએ પ્રથમ વિકેટ માટે 9.4 ઓવરમાં 84 રન જોડ્યા હતા. એક સમયે પાકિસ્તાનનો સ્કોર 113/2 હતો, પરંતુ અહીંથી ભારતીય બોલરોએ શાનદાર વાપસી કરી. પાકિસ્તાનના છેલ્લા 8 બેટ્સમેન માત્ર 33 રન જ ઉમેરી શક્યા હતા અને આખી ટીમ 19.1 ઓવરમાં 146 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારત તરફથી સ્પિનર કુલદીપ યાદવે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. આ ઉપરાંત, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલને 2-2 વિકેટ મળી હતી.

તિલક વર્મા મેચના હીરો
AsiaCup2025  :147 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર અભિષેક શર્મા માત્ર 5 રન બનાવીને આઉટ થયો. ઉપકપ્તાન શુભમન ગિલ (12) અને કપ્તાન સૂર્યકુમાર યાદવ (1) પણ નિષ્ફળ રહ્યા. 77ના સ્કોર પર ચોથી વિકેટ પડ્યા બાદ યુવા બેટ્સમેન તિલક વર્મા અને શિવમ દુબેએ ઇનિંગ્સને સંભાળી.

બંનેએ પાંચમી વિકેટ માટે 60 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી. શિવમ દુબેએ 22 બોલમાં 33 રન બનાવ્યા. અંતે, તિલક વર્માએ શાનદાર પ્રદર્શન કરતાં 53 બોલમાં અણનમ 69 રન બનાવીને ટીમને જીત અપાવી. તિલકની ઇનિંગ્સમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા, જેના કારણે તે ટીમ ઇન્ડિયાની જીતનો સૌથી મોટો હીરો બન્યો. ભારતે આ ટાર્ગેટ છેલ્લા ઓવરમાં હાંસલ કરી લીધો.

આ પણ વાંચો:  દુબઈમાં હાઈવોલ્ટેજ ડ્રામા… નકવી સ્ટેજ પર, ભારતીય ખેલાડીઓએ PCB વડા પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *