PM Modi: દુબઈમાં રમાયેલી એશિયા કપ 2025ની રોમાંચક ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ટીમ ઇન્ડિયાએ ખિતાબ જીતી લેતા દેશભરમાં જશ્નનો માહોલ છે. ભારતીય ક્રિકેટ ટીમની આ ભવ્ય જીત પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક રાજકીય દિગ્ગજોએ ટીમને ખાસ અંદાજમાં અભિનંદન પાઠવ્યા છે.
#OperationSindoor on the games field.
Outcome is the same – India wins!
Congrats to our cricketers.
— Narendra Modi (@narendramodi) September 28, 2025
PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમને અભિનંદન આપતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વિશિષ્ટ ટિપ્પણી કરી હતી, જે ભારે ચર્ચામાં રહી. તેમણે લખ્યું: “ખેલના મેદાન પર ઓપરેશન સિંદૂર… પરિણામ એ જ, ભારત જીતી ગયું! અમારા ક્રિકેટરોને જીતની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.” વડાપ્રધાનની આ ટિપ્પણી રાજકીય અને સંરક્ષણ સંબંધિત સંદર્ભને જોડીને કરવામાં આવી હોવાથી તેની નોંધ લેવાઈ છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવતા કહ્યું કે: “એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટ જીતવા બદલ ટીમ ઇન્ડિયાને મારા હાર્દિક અભિનંદન. ટીમે ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યા વિના પોતાનો દબદબો કાયમ રાખ્યો છે. હું આશા રાખું છું કે ટીમ ઇન્ડિયા ભવિષ્યમાં પણ આ જ રીતે પોતાનો પરચમ લહેરાવતી રહે.”
વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ ઉપરાંત, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ પણ જોશભેર અભિનંદન આપતા લખ્યું કે: “પાકિસ્તાનને હારવું જ હતું અને ભારત હંમેશા ચેમ્પિયન રહેશે. ભારતીય ક્રિકેટ ટીમને જીતની ખુબ ખુબ વધામણી.” કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, ભાજપ નેતા અમિત માલવિય, અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સહિત અનેક નેતાઓએ પણ ટીમની જીતને બિરદાવી છે. આ ફાઇનલમાં તિલક વર્માએ અણનમ 69 રન બનાવીને ટીમને જીત તરફ દોરી, જ્યારે કુલદીપ યાદવે 4 વિકેટ લઈને પાકિસ્તાનની બેટિંગ લાઇન-અપને વેરવિખેર કરી નાખી.