CJI BR Gavai પર હુમલો: PM મોદીએ ઘટનાને ‘અસ્વીકાર્ય’ ગણાવી

CJI BR Gavai

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ બીઆર ગવઈ પર સુપ્રીમ કોર્ટ પરિસરમાં બૂટ ફેંકવાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ કૃત્યને “અસ્વીકાર્ય” અને “ભારતીય સમાજના મૂલ્યોની વિરુદ્ધ” ગણાવીને આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરી છે. તેમણે જણાવ્યું કે આ પ્રકારની ઘટનાઓ ન માત્ર ન્યાયપાલિકાની ગરિમાને ઠેસ પહોંચાડે છે, પરંતુ દેશના લોકતાંત્રિક માળખાને પણ ગંભીર રીતે નબળું પાડે છે.

CJI BR Gavai : પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, “મેં ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ બીઆર ગવઈજી સાથે વાત કરી. સુપ્રીમ કોર્ટ પરિસરમાં તેમના પર થયેલો હુમલો માત્ર નિંદનીય નથી, પરંતુ દરેક ભારતીય આ ઘટનાથી વ્યથિત છે. આપણા સમાજમાં આ પ્રકારના કૃત્યોને કોઈ સ્થાન નથી.” તેમણે જસ્ટિસ ગવઈએ મુશ્કેલ સંજોગોમાં જે ધૈર્ય અને સંયમ દર્શાવ્યો, તેની ભરપૂર પ્રશંસા કરી. પીએમ મોદીના મતે, આ સંયમ ન્યાય પ્રત્યેનું તેમનું સમર્પણ અને સંવિધાનની ગરિમા જાળવવાની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

CJI BR Gavai : આ ઘટના સુપ્રીમ કોર્ટ પરિસરમાં ત્યારે બની જ્યારે એક વ્યક્તિએ અચાનક મુખ્ય ન્યાયાધીશ તરફ બૂટ ફેંક્યું હતું. જોકે, ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તુરંત કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો અને તેને કસ્ટડીમાં લીધો છે. અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને દોષિત વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આ ઘટનાએ ન્યાયપાલિકાની સુરક્ષા અને સન્માનને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે, જેના કારણે સમાજમાં નૈતિકતા અને મર્યાદા જાળવવાની જરૂરિયાત પર ફરી ભાર મૂકાયો છે.

 

આ પણ વાંચો:  JNUમાં રાવણ દહનને લઈને ભારે હોબાળો: ABVP અને JNUSU આમને-સામને

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *