નેપાળમાં હેલિકોપ્ટર ક્રેશ થતા પાંચ મુસાફરોના મોત

હેલિકોપ્ટર ક્રેશ

હેલિકોપ્ટર ક્રેશ :  નેપાળના નુવાકોટમાં એક હેલિકોપ્ટરને અકસ્માત નડ્યો છે. જેમાં સવાર તમામ પાંચ મુસાફરોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે રાસુવા જઈ રહેલા આ હેલિકોપ્ટરમાં માત્ર પાંચ લોકો સવાર હતા. આમાં ચાર ચીની નાગરિકો પણ સામેલ હતા. હાલમાં જ 24 જુલાઈએ નેપાળના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક પ્લેન ક્રેશ થયું હતું, જેમાં 18 લોકોના મોત થયા હતા.  નબળા મેનેજમેન્ટને કારણે નેપાળમાં પ્લેન અકસ્માતો ખૂબ જ સામાન્ય બની ગયા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

 આ ઘટના આજે બની હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ નેપાળના નુવાકોટના શિવપુરી વિસ્તારમાં આ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આમાં એર ડાયનેસ્ટીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.  સવાર તમામ 5 લોકોના મોત થયા હતા. ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરના એક સ્ત્રોતે હિમાલયન ટાઈમ્સને જણાવ્યું હતું કે હેલિકોપ્ટર કાઠમંડુથી ઉડાન ભરીને સ્યાફ્રાઉબેન્સી જઈ રહ્યું હતું ત્યારે તે ક્રેશ થયું હતું.

ગયા મહિને 24મી જુલાઈના રોજ નેપાળમાં પણ એક મોટી વિમાન દુર્ઘટના થઈ હતી. તે સમયે 18 લોકોના મોત થયા હતા, પ્લેનમાં 19 લોકો સવાર હતા. પ્લેન પોખરા જઈ રહ્યું હતું, ટેક ઓફની એક મિનિટમાં જ પ્લેન ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં પ્લેનના પાયલટનો આબાદ બચાવ થયો હતો. આ દુર્ઘટના નેપાળની રાજધાની કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થઈ હતી. સૂર્યા એરલાઇન્સના વિમાન બોમ્બાર્ડિયર CRJ-200ER એ રનવે 2 પરથી સવારે 11:11 વાગ્યે ઉડાન ભરી હતી. ટેકઓફની એક મિનિટમાં જ પ્લેન રનવે 20ની પૂર્વ બાજુએ ખાઈમાં પડી ગયું હતું. પ્લેન રનવેના દક્ષિણ છેડેથી ટેકઓફ કરી રહ્યું હતું. ટેક ઓફ થયા બાદ તરત જ પ્લેન પલટી ગયું અને જમીન સાથે અથડાયું. પ્લેનમાં આંખના પલકારા કરતાં પણ ઓછા સમયમાં આગ લાગી હતી

 આ પણ વાંચો- આ છે વિશ્વની સૌથી મોટી પાંચ વિમાન દુર્ધટના..જાણો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *