મહેમદાવાદ (Mahemdabad), ગુજરાતનું એક ઐતિહાસિક શહેર (Historical City) છે, જેની સ્થાપના શાહીવંશના રાજા મહેમૂદ બેગડા (Sultan Mahmud Begada) એ ઈ.સ. 1465 માં કરી હતી. મહેમૂદ બેગડાએ આ શહેરમાં અનેક ભવ્ય ઐતિહાસિક ઇમારતોનું નિર્માણ કરાવ્યું હતું, જેમાંની એક મહેમદાવાદના મધ્યમાં આવેલી ઢુંઢીયા વાવ (Dhundhiya Vav) છે. આ વાવ 500 વર્ષ જૂની છે અને તે ભૂતકાળમાં શહેરના મુખ્ય જળ સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવાતી હતી. નોંધનીય છે કે, મહેમદાવાદનો મૂળ શિલાલેખ (Inscription) પણ આ વાવ પાસે જ હતો, જે બુર્જ તૂટી જતાં હવે શાહી સરાય એટલે કે જૂની મામલતદાર કચેરીમાં મૂકવામાં આવ્યો છે. લાંબા સમય સુધી આ વાવની જાળવણી ન થતાં, લોકો તેને કચરાનો ઢગ સમજીને તેમાં કચરો નાખતા હતા, જેના કારણે વાવનો કૂવો કચરાથી સંપૂર્ણ ભરાઈ ગયો હતો. આ વાવમાં અચાનક પાણી નીકળતા મહેમદાવાદના લોકોમાં ભારે કુતુહલતા જોવા મળી હતી , જેને લઇને લોકો જોવા માટે આવ્યા હતા અને વાવના નીરને વધાવ્યા હતા. ઢુંઢીયા વાવનો વહેણ ફરી કાર્યરત થયો છે.

મહેમદાવાદ : નોંધનીય છે કે વાવની સારી એવી સફાઇ ગુજરાત આર્કોલોજિકલ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેની જાણવળી પણ હવે સરસ રીતે કરવામાં આવી છે. અમદાવાદની પ્રખ્યાત દાદા હરિની વાવની જેમ ઢુંઢીયા વાવની જેવી જ જોવા મળે છે. અંદાજિત બે કે ત્રણ વર્ષ પહેલાં ગુજરાત આર્કોલોજિકલ વિભાગે આ ઢુંઢીયા વાવની વ્યાપક સફાઈ (Stepwell Cleaning) કરવામાં આવી હતી. આ સફાઈ બાદ ત્રણ વર્ષ બાદ અચાનક વાવમાં પાણી આવવાની શરૂઆત થઈ. પાણી પાછળ નક્કર વૈજ્ઞાનિક કારણો (Scientific Reasons) આ સંભવિત જવાબદાર છે. મુખ્યત્વે, વાવમાં પાણી આવવા પાછળનું કારણ ભૂગર્ભ જળ સ્ત્રોતોનો અવરોધ દૂર થવો છે.વાવના તળિયા કે તેની દીવાલોમાં જમા થયેલો વર્ષો જૂનો કચરો, કાંપ અને માટીનો ઢગ હટાવવાથી, જ્યાંથી ભૂગર્ભ જળનો પ્રવાહ વાવમાં પ્રવેશતો હતો, તે દ્વાર (મુખ) ફરીથી ખુલ્લાં થઈ ગયાં.

મહેમદાવાદ: ઉલ્લેખનીય છે વધુ વરસાદના લીધે પાણીનું સ્તર ખુબ ઉંચુ આવ્યું છે. આ વરસાદનું પાણી જમીનમાં ઉતરીને (Infiltration) તે વિસ્તારના ભૂગર્ભ જળ સ્તર (Water Table) ને ઊંચું લઈ આવ્યું હોય. જ્યારે ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવે, ત્યારે તે આપોઆપ વાવના તળિયા કે દિવાલના નીચલા ભાગ સુધી પહોંચી જાય છે, જેના લીઘે પાણી ફરીવાર એકવાર વાવમાં જોવા મળી રહ્યું છે.

મહત્વની વાત એ છે કે મહેમદાવાદની ઢુંઢીયા વાવમાં ફરી ચાલુ થઇ ગઇ અને શહેરના લોકો પાણીને જોવા આવી રહ્યા છે, મહેમદાવાના બજારના વેપારીઓ અને મહોલ્લાના લોકો કચરો નહીં નાંખે, તેની ખાસ કાળજી આર્કોલોજિકલ ડિપાર્ટમેન્ટ લે તેવી લોક માંગ ઉઠી છે.
આ પણ વાંચો: દિલ્હી કાર વિસ્ફોટ: કેન્દ્રીય કેબિનેટે આતંકવાદી હુમલાની મોહર લગાવી, દોષિતોને પકડવા તપાસ તેજ

