પ્રખ્યાત કવિત્રી સોનલ ઓડદરાના કવિતા સંગ્રહ “જીવન કી રાહે” નું અમદાવાદમાં કરાયું વિમોચન!

 હિન્દી સાહિત્યના ઊંડા જાણકાર સોનલ ઓડદરા દ્વારા રચિત કવિતાઓના સંગ્રહ “જીવન કી રાહે” નું ભવ્ય વિમોચન કરવામાં આવ્યું. આ પ્રતિષ્ઠિત પુસ્તક વિમોચન સમારોહ અમદાવાદ ખાતે આયોજિત ઇન્ટરનેશનલ બુક ફેરના (આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા) પાવન અવસરે યોજાયો હતો.

સાહિત્ય અને વ્યવસાય જગતના મહાનુભાવોના શુભ હસ્તે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં સાહિત્ય જગતના આધારસ્તંભ અને પ્રેરણાસ્ત્રોત આદરણીય જીતેન્દ્ર ઠાકર, બિઝનેસ અને ગ્રોથ કન્સલ્ટન્ટ તથા પ્રોસેસ ઇમ્પ્રૂવમેન્ટ કોચ વિઝન રાવલ, તેમજ એમ ડિવિઝનના પીઆઇ ઉમેશ ધાખડ મુખ્ય મહેમાનો હતા. આ ઉપરાંત, ઢોલીવુડના જાણીતા અભિનેત્રી મનીષાબેન સહિત કલા ક્ષેત્રના અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી લેખિકાને શુભેચ્છાઓ પાઠવી હતી.

“જીવન કી રાહે” પુસ્તકમાં લેખિકાએ જીવનના ઉતાર-ચઢાવ, વ્યક્તિગત અનુભવો અને દરેક કઠિન પરિસ્થિતિની સામે કેમ દૃઢતાથી ઊભા રહેવું, તેનું માર્ગદર્શન આપ્યું છે. આ પુસ્તક જીવનની દરેક પરિસ્થિતિમાંથી ઝઝૂમ્યા બાદ મહાદેવની ભક્તિના માર્ગે જઈ કેદારનાથ સુધીની સફર અને ઈશ્વરના પ્રતાપે જીવનમાં થયેલા ચમત્કારોનો સુંદર સાર રજૂ કરે છે. સોનલબેને આ બુક તેમના પિતાજી રામભાઈ કેશવાલાને સમર્પિત કરી છે, જેમના સંસ્કારોએ તેમને જીવન જીવવાનો સાચો રસ્તો બતાવ્યો. લેખિકાની આ આત્માથી શિવ સુધીની સફર વાચકોને ઘણું શીખવાડશે અને પ્રેરણા આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *