UAE નો મોટો નિર્ણય: પાકિસ્તાની નાગરિકોને વિઝા આપવા પર રોક!

સંયુક્ત આરબ અમીરાત (UAE) દ્વારા પાકિસ્તાની નાગરિકો માટે અમુક પ્રકારના વીઝા (Visa) જારી કરવા પર કામચલાઉ ધોરણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણય યુએઈમાં ગુનાહિત અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (ક્રિમિનલ એક્ટિવિટીઝ) માં વધારો થવાના ભયને કારણે લેવામાં આવ્યો છે. ખાસ કરીને, કેટલાક જૂથો દ્વારા નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને પ્રવેશ મેળવવાની અને સ્થાનિક કાયદાનું ઉલ્લંઘન કરવાની ઘટનાઓ નોંધાયા બાદ યુએઈના સુરક્ષા વિભાગે આ કડક કાર્યવાહી કરી છે.

UAE : આ પ્રતિબંધ મુખ્યત્વે નવા રોજગાર (Employment) વીઝા, મુલાકાતી વીઝા (Visitor Visa) અને ટૂંકા ગાળાના રોકાણ માટેના વીઝા પર લાગુ કરવામાં આવ્યો છે. યુએઈ પાકિસ્તાની શ્રમજીવીઓ માટે સૌથી મોટો રોજગાર બજાર રહ્યું છે, અને આ પ્રતિબંધથી નોકરી અને વ્યવસાયની શોધમાં રહેલા હજારો પાકિસ્તાની નાગરિકોના સપના પર સીધી અસર પડી છે. આનાથી પાકિસ્તાનના અર્થતંત્ર પર પણ ગંભીર અસર પડી શકે છે, કારણ કે યુએઈમાંથી આવતા નાણાં (રેમિટન્સ) દેશની આવકનો મુખ્ય સ્ત્રોત છે.

યુએઈ સરકારનું કહેવું છે કે કોઈપણ રાષ્ટ્ર માટે તેની આંતરિક સુરક્ષા અને સ્થિરતા સર્વોપરી હોય છે. યુએઈએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન દ્વારા ગુનાહિત ગતિવિધિઓ પર અંકુશ મેળવવા માટે પૂરતા પગલાં લેવામાં નહીં આવે, ત્યાં સુધી આ પ્રતિબંધ જારી રહેશે. આ નિર્ણય બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક મોટો રાજદ્વારી પડકાર લઈને આવ્યો છે, અને પાકિસ્તાને તેના નાગરિકોના વર્તન અંગે કડક નીતિ અપનાવવી અનિવાર્ય બની ગઈ છે. યુએઈનો આ નિર્ણય તેના કાયદાને મજબૂત રીતે જાળવી રાખવાનો ઈરાદો દર્શાવે છે.

આ પણ વાંચો:  સાઉદી અરબમાં ઉમરાહ યાત્રાળુઓની બસ દુર્ઘટનામાં એક જ પરિવારના 18 લોકોના મોત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *