Indian Evacuation Flights : મધ્ય પૂર્વમાં ફસાયેલા ભારતીયો માટે સ્પેશિયલ ફલાઇટ્સની કરાશે ખાસ વ્યવસ્થા

Indian Evacuation Flights : 

Indian Evacuation Flights :  ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષને (Iran Israel War) ધ્યાનમાં રાખીને ભારત સરકારે ત્યાં ફસાયેલા હજારો ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવા માટે ‘રેસ્ક્યૂ ઓપરેશન’ તેજ કર્યું છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (Ministry of Civil Aviation) જાહેરાત કરી છે કે મંગળવાર, ૩ માર્ચ ૨૦૨૬થી ખાસ રાહત ફ્લાઈટ્સ (Special Relief Flights) ચલાવવામાં આવશે.

Indian Evacuation Flights :  રાહત કામગીરીની મહત્વની વિગતો

IndiGo ની ૧૦ સ્પેશિયલ ફ્લાઈટ્સ: ઇન્ડિગો એરલાઇન્સ મંગળવારે જેદ્દાહ (Jeddah) થી ભારત માટે ૧૦ વિશેષ ફ્લાઈટ્સ ઓપરેટ કરશે. આ ફ્લાઈટ્સ હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી અને અમદાવાદ જેવા શહેરોમાં ઉતરાણ કરશે.

Etihad અને Air India Express: એતિહાદ એરવેઝે પણ અબુ ધાબીથી ભારત માટે ઈવેક્યુએશન ફ્લાઈટ્સ શરૂ કરી દીધી છે, જ્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસ મસ્કતથી પોતાની સેવાઓ ફરી શરૂ કરી રહી છે.

એમ્બેસી એલર્ટ (Embassy Advisory): લેબનોન (Lebanon) માં રહેતા ભારતીયો માટે ભારતીય દૂતાવાસે ખાસ એડવાઈઝરી જારી કરી છે અને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ સુરક્ષિત સ્થળોએ રહેવાની સૂચના આપી છે.

ફ્લાઈટ કેન્સલેશન અને રીફંડ

આકાશ એર (Akasa Air) અને એર ઈન્ડિયાએ માર્ચ ૭ સુધી દુબઈ, દોહા અને રિયાધની ફ્લાઈટ્સ સ્થગિત રાખી છે. મુસાફરોને સંપૂર્ણ રીફંડ અથવા કોઈ પણ વધારાના ચાર્જ વગર ફ્લાઈટ રિશેડ્યૂલ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો:  Iran Israel War: ટ્રમ્પની ઇરાનને ધમકી, ખેલ અભી શરુ હુઆ હૈ…હવે થશે મોટો હુમલો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *