Israel Iran War: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધે હવે અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનો સીધો સંગ્રામ હવે વિનાશક સ્તરે પહોંચ્યો છે. ઈઝરાયેલી સંરક્ષણ દળો (IDF) એ શુક્રવારે એક ચોંકાવનારો દાવો કર્યો છે કે તેમણે તાજેતરના હુમલાઓમાં ઈરાનના વિવિધ સૈન્ય અને વ્યૂહાત્મક ઠેકાણાઓ પર 5000 થી વધુ બોમ્બ અને મિસાઈલો (Munitions) ઝીંકી છે.
Israel Iran War : ઈરાન પર ઈતિહાસનો સૌથી મોટો હુમલો?
IDF ના પ્રવક્તાએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ઈઝરાયેલી વાયુસેના (IAF) ના ફાઈટર જેટ્સ અને ડ્રોન્સે સતત ઈરાનની એરસ્પેસમાં ઘૂસીને વિનાશ વેર્યો છે. આ હુમલાઓમાં મુખ્યત્વે ઈરાનના મિસાઈલ લોન્ચિંગ પેડ્સ, ડ્રોન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી અને શંકાસ્પદ પરમાણુ સાઇટ્સને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું મનાય છે. 5000 જેટલા હથિયારોનો ઉપયોગ દર્શાવે છે કે ઈઝરાયેલ હવે ઈરાનની સૈન્ય તાકાતને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવાના મૂડમાં છે.
ઈરાનમાં વ્યાપક તારાજીના અહેવાલ
ઈઝરાયેલના આ દાવા બાદ ઈરાનમાં થયેલા નુકસાન અંગે હજુ સત્તાવાર માહિતી બહાર આવી નથી, પરંતુ સેટેલાઈટ ઈમેજીસ અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર અનેક લશ્કરી મથકો ધ્વસ્ત થઈ ગયા છે. આટલા મોટા પાયે થયેલા બોમ્બમારાને કારણે ઈરાનના અર્થતંત્ર અને માળખાગત સુવિધાઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.
ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો વધ્યો
આ હુમલાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવી દીધો છે. અમેરિકા, રશિયા અને ચીન સહિતના દેશો આ પરિસ્થિતિ પર બારીક નજર રાખી રહ્યા છે. જો ઈરાન આ હુમલાનો વળતો જવાબ આપશે, તો આ સંઘર્ષ માત્ર મધ્ય પૂર્વ પૂરતો સીમિત નહીં રહે અને ત્રીજા વિશ્વયુદ્ધમાં પરિણમી શકે છે તેવી ભીતિ નિષ્ણાતો સેવી રહ્યા
આ પણ વાંચો: ઈરાન સામે મોટા લશ્કરી ઓપરેશનની તૈયારી? અમેરિકા અને કુર્દિશ વિદ્રોહીઓ વચ્ચે ગુપ્ત મંત્રણા

