સાઉથ સુપરસ્ટાર થલપતિ વિજયના લગ્નજીવનમાં ભંગાણ: પત્ની સંગીતાએ છૂટાછેડા માટે અરજી કરી

Thalapathy Vijay Sangeetha Divorce: તમિલ સિનેમાના સુપરસ્ટાર અને ‘તમિલગા વેત્રી કઝગમ’ (TVK) ના વડા થલપતિ વિજય (Thalapathy Vijay) હાલમાં પોતાની અંગત જિંદગીને લઈને ભારે ચર્ચામાં આવ્યા છે. વિજયના 25 વર્ષ જૂના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હોવાના અહેવાલોથી ચાહકો આઘાતમાં છે. મળતી વિગતો મુજબ, તેમની પત્ની સંગીતા સોર્નલિંગમે (Sangeetha Sornalingam) છૂટાછેડા (Divorce) માટે કાયદેસરની અરજી દાખલ કરી છે.

Thalapathy Vijay Sangeetha Divorce: મુખ્ય આક્ષેપો અને વિગતો:

 

 

 

 સંગીતાએ ચેંગલપટ્ટુ ફેમિલી કોર્ટમાં સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 હેઠળ છૂટાછેડાની અરજી કરી છે.અહેવાલો અનુસાર, સંગીતાએ વિજય પર વિશ્વાસઘાત અને ક્રૂરતાનો ગંભીર આક્ષેપ કર્યો છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે વિજય એક અભિનેત્રી સાથે ગેરકાયદેસર સંબંધમાં હોવાની જાણ તેમને 2021 માં થઈ હતી, જે આ છૂટાછેડાનું મુખ્ય કારણ બન્યું છે.જોકે અરજીમાં કોઈ અભિનેત્રીનું નામ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા અને ઈન્ડસ્ટ્રીમાં વિજયનું નામ લાંબા સમયથી અભિનેત્રી ત્રિશા કૃષ્ણન (Trisha Krishnan) સાથે જોડાઈ રહ્યું છે. જોકે, બંનેમાંથી કોઈએ પણ આ વાતની ક્યારેય પુષ્ટિ કરી નથી. વિજય અને સંગીતાના લગ્ન ઓગસ્ટ 1999 માં થયા હતા. આટલા લાંબા સાથ પછી આ સંબંધ તૂટવાની અણીએ પહોંચતા સિનેમા જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે

આ કેસ હાલમાં જિલ્લા અદાલતમાં ચાલી રહ્યો છે અને હજુ સુધી કોઈ અંતિમ ચુકાદો આવ્યો નથી. વિજય કે સંગીતા તરફથી આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

થલપતિ વિજય અને સંગીતાના આ હાઈ-પ્રોફાઈલ છૂટાછેડા માત્ર તેમના પરિવાર પૂરતા સીમિત નથી, પરંતુ તેની અસર વિજયની આગામી રાજકીય કારકિર્દી પર પણ પડી શકે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. ૨૫ વર્ષના અતૂટ ગણાતા આ સંબંધમાં આવેલા ભંગાણને કારણે ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે, જ્યારે સોશિયલ મીડિયા પર ત્રિશા કૃષ્ણન સાથેના તેમના કથિત સંબંધોને લઈને પણ અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યા છે. વિજય અત્યારે તેની છેલ્લી ફિલ્મ ‘Thalapathy 69’ અને તેની નવી રાજકીય પાર્ટી ‘TVK’ ના કામમાં વ્યસ્ત છે, ત્યારે આ અંગત વિવાદ તેના જાહેર જીવન પર કેવી અસર પાડશે તે જોવું રહ્યું.

આ પણ વાંચો: Virosh Wedding: રશ્મિકા-વિજયના લગ્નનું વેન્યુ જોઈ આંખો અંજાઈ જશે, જુઓ Inside Photos!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *