CSK ને મોટો ફટકો: સ્ટાર ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની રહેશે બહાર,જાણો કારણ

MS Dhoni IPL 2026

MS Dhoni IPL 2026: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 શરૂ થવા જઈ રહી છે ત્યારે જ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને ક્રિકેટ ચાહકો માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની ઈજાના કારણે ટૂર્નામેન્ટની શરૂઆતની કેટલીક મેચો ગુમાવી શકે છે.

MS Dhoni IPL 2026: CSK એ સોશિયલ મીડિયા પર આપી માહિતી

ચેન્નઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઇઝીએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આ અંગેની પુષ્ટિ કરી છે. ફ્રેન્ચાઇઝીએ શેર કરેલી માહિતી મુજબ, એમએસ ધોની IPL 2026 ની શરૂઆતના બે સપ્તાહ સુધી મેદાનથી દૂર રહી શકે છે. આ સમાચાર ધોનીના લાખો ચાહકો માટે કોઈ મોટા ઝટકાથી કમ નથી.

ઈજાના કારણે લેવાયો નિર્ણય

રિપોર્ટ્સ અનુસાર, ધોનીને થયેલી ઈજાના કારણે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શરૂઆતી બે સપ્તાહમાં આરામ કર્યા બાદ જ ધોની મેદાન પર પરત ફરી શકશે તેવી શક્યતા છે. જોકે, તેની ઈજા કેટલી ગંભીર છે અને તે ક્યારે 100% ફિટ થશે તે અંગે ફ્રેન્ચાઇઝીએ હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી.

ટીમ પર પડશે મોટી અસર

ધોની માત્ર એક ઉત્તમ વિકેટકીપર-બેટ્સમેન જ નથી, પરંતુ તેનો અનુભવ અને મેદાન પરની હાજરી જ ટીમ માટે મોટી તાકાત છે. શરૂઆતના બે સપ્તાહમાં ધોનીની ગેરહાજરીથી CSK ના પર્ફોર્મન્સ પર સીધી અસર પડી શકે છે અને નવા કેપ્ટન રુતુરાજ ગાયકવાડ પર પણ દબાણ વધી શકે છે.

નોંધનીય છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 શરૂ થવા જઈ રહી છે ત્યારે જ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને ક્રિકેટ ચાહકો માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની ઈજાના કારણે ટૂર્નામેન્ટની શરૂઆતની કેટલીક મેચો ગુમાવી શકે છે.

આ પણ વાંચો:  કાવ્યા મારનની ટીમે પાકિસ્તાની ખેલાડીને 2.34 કરોડમાં ખરીદ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *